લાઈફસ્ટાઈલહેલ્થ

હૂંફાળા પાણીમાં ફટકડી નાખીને પીવાના છે આ પાંચ જબરદસ્ત ફાયદા

Text To Speech

સામાન્ય રીતે ફટકડીને આપણે પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગ કરતાં હોઈએ છીએ. પરંતુ આજે આપણે અહીં તેનો ઉપયોગ આપણાં શરીર સ્વાસ્થય સબંધિત કઈ રીતે કરવો તે વિશે ચર્ચા કરવામાં આવી છે. ત્વચા પર ફટકડી લગાવવી ખૂબ જ ફાયદાકારક છે, આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે ફટકડીનું સેવન કરવાથી અદ્ભૂત ફાયદા પણ થાય છે. આપને જણાવીઓ દઈએ કે આયુર્વેદ અનુસાર, ફટકડીનો ઉપયોગ અનેક ઔષધીય તેમજ ખોરાકમાં થાય છે. એન્ટીબાયોટિક, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોવાને કારણે તે ઘણી ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટિ-ટ્રિકોમોનાસ, એસ્ટ્રિજન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો પણ છે.આવા ગુણધર્મોને કારણે ફટકડી બળતરાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું ફટકડીનું સેવન કરી શકાય કે નહીં? ફટકડીનું સેવન કઈ રીતે સ્વાસ્થયને ફાયદો કરાવી શકે?

એક અહેવાલ પ્રમાણે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશ્યનના જણાવ્યા અનુસાર, ફટકડીનું સેવન કરવાનો સૌથી સરળ રસ્તો છે હૂંફાળું પાણી અને ફટકડી મિક્સ કરીને તેનું સેવન કરવું. આયુર્વેદમાં પણ ફટકડીને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે રામબાણ માનવામાં આવે છે. જો તમે હૂંફાળા પાણીમાં ફટકડી મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે.

પેટ માટે ફાયદાકારક : ફટકડીનું પાણી પીવાથી શરીરમાં વાત દોષને સંતુલિત કરવામાં મદદ મળે છે, જેનું વધતું સ્તર પાચનશક્તિને નબળી પાડે છે. શરીરમાં વાત દોષનું વધુ પ્રમાણ કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઉશ્કેરે છે. આ સાથે, તે પાઈલ્સ જેવી ગંભીર બીમારીઓનું પણ એક મોટું કારણ છે. હૂંફાળા પાણીમાં ફટકડીનું પાણી પીવાથી પેટનું ફૂલવું ઓછું થાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

ટોકસીન્સ કરે છે દૂર : હૂંફાળા પાણીમાં ફટકડી ભેળવી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો અને કચરો બહાર કાઢવામાં મદદ મળે છે. તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને એલર્જી, ચેપ જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે : ખાલી પેટે ફટકડી અને હૂંફાળા પાણીનું સેવન પાચનમાં સુધારો કરવામાં અને મેટાબોલીઝમ ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે. જે ઝડપથી કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે.

ઉધરસની સમસ્યામાં ફાયદાકારક : કાયમી ઉધરસની સમસ્યામાં, ફટકડીને હુંફાળા પાણીમાં ભેળવીને પીવાથી ઉધરસના લક્ષણોમાં ઘટાડો થાય છે. સાથે જ તમે તેનાથી જલ્દી છુટકારો મેળવી શકો છો. તે ફેફસાંમાંથી લાળને સાફ કરવા માટે પણ અસરકારક સારવાર છે. તે ઉધરસ દરમિયાન ઉલ્ટીની સમસ્યાને પણ દૂર કરે છે.

મોઢાના ચાંદામાં રાહત આપે છે : ફટકડીનું પાણી મોઢાના ચાંદા માટે રામબાણ છે. આ માટે હૂંફાળું પાણી તમારા મોંમાં થોડી વાર રાખો અને તેને ચુસ્કી પીવો. તે મોંમાં હાનિકારક બેક્ટેરિયાના વિકાસને પણ અટકાવે છે, જે મોંની ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

Back to top button