સવારે ખાલી પેટે કોફી પીવાના આ છે પાંચ નુકસાન, તમે પીતા હો તો રાખો ધ્યાન
- કેટલાય અભ્યાસ પરથી જાણવા મળે છે કે ખાલી પેટે કોફી અપચાને ટ્રિગર કરે છે અને અનેક પોષક તત્વોના અવશોષણની પ્રક્રિયામાં બાધા ઊભી કરે છે. જેમાં ઈમ્યૂન સિસ્ટમ પણ સામેલ છે.
કેટલાક લોકોને કોફી વગર સવાર અધૂરી લાગે છે. કોફીમાં રહેલું કેફીન વ્યક્તિને ફ્રેશ ફીલ કરાવે છે. કોફીના લાભ તો છે જ. કોફી પીવાના કારણે વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને મેટાબોલિઝમને પણ તે અસર કરે છે. જોકે ખાલી પેટે કોફી પીવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાય અભ્યાસ પરથી જાણવા મળે છે કે ખાલી પેટે કોફી અપચાને ટ્રિગર કરે છે અને અનેક પોષક તત્વોના અવશોષણની પ્રક્રિયામાં બાધા ઊભી કરે છે. જેમાં ઈમ્યૂન સિસ્ટમ પણ સામેલ છે. ખાલી પેટે કોફી પીવાની આદત એસિડ રિફ્લક્સને વધારે છે અને કોર્ટિસોલના સ્તરને વધારે છે, તેના કારણે તણાવ વધે છે. જો તમે સવારે એક કપ કોફીના શોખીન વ્યક્તિ છો તો જાણી લો કે કોફી તમારા માટે કેવા સંજોગોમાં હાનિકારક હોઈ શકે છે.
ખાલી પેટે કોફી પીવાના નુકસાન
એ સ્થાપિત થઈ ચુક્યું છે કે કોફી તમને આખો દિવસ એનર્જેટિક અને ફ્રેશ રાખે છે, પરંતુ જ્યારે તમે તેને ખાલી પેટે પીવો છો તો કોફીના દુષ્પ્રભાવ પણ હોય છે. ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન્સ આ વિશે જાણકારી આપે છે.
ચિંતા અને ગભરામણ
કેફીને એક ઉત્તેજક કહી શકાય, તે સતર્કતા અને ઊર્જાના સ્તરને વધારી શકે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી તેનો પ્રભાવ વધી શકે છે. તેના કારણે ચિંતા, ગભરામણ, તણાવ વધે છે. ઉત્તેજનાની આ વધેલી સ્થિતિ અસુવિધાજનક હોઈ શકે છે અને દૈનિક ગતિવિધિઓમાં બાધા ઉત્પન્ન કરે છે.
એસિડિટીનું જોખમ
કોફીમાં એસિડ હોય છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે. કેફીન અને એસિડના સ્તરનું મિશ્રણ પેટના બળતરા કરી શકે છે, જેના કારણે દુખાવો, હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ પણ થઈ શકે છે.સતત કોફી પીવાથી ગેસ્ટ્રાઈટિસ અથવા પેપ્ટિક અલ્સર જેવી વધુ ગંભીર ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે.
પોષક તત્વોના શોષણમાં વિક્ષેપ
કોફીમાં ટેનિન નામનું સંયોજન હોય છે, જે આયરન અને કેલ્શિયમ સહિતના કેટલાક પોષક તત્વોના શોષણમાં બાધારૂપ બને છે. આ તે વ્યક્તિઓ માટે ખાસ ચિંતાનો વિષય છે, જેઓ બીમારીથી સાજા થવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર પર નિર્ભર હોય છે.
સ્ટ્રેસ વધી શકે છે
કેફીન શરીરમાં કાર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન)ને ઉત્તેજિત કરે છે. તેનું ઉચ્ચ સ્તર સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરે છે. તે નબળી રોગપ્રતિકારક શક્તિ, વજનમાં વધારો અને મૂડ ડિસઓર્ડરનું કારણ બની શકે છે. ખાલી પેટે કોફી પીવાથી વધુ પડતો સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે.
બ્લડ સુગરની વધઘટ
કેફીન ઇન્સ્યુલિનની સંવેદનશીલતા અને ગ્લુકોઝ ચયાપચયને અસર કરી શકે છે, જે બ્લડ સુગરના સ્તરમાં વધઘટ તરફ દોરી જાય છે. જ્યારે કોફી ખાલી પેટે પીવામાં આવે છે, ત્યારે તે બ્લડ સુગરમાં ઝડપથી વધારો કરી શકે છે. આ સ્થિતિ ઘણી ખતરનાક પણ હોઈ શકે છે. સમય જતાં આ વધઘટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં યોગદાન આપી શકે છે અને ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે.
આ પણ વાંચોઃ ઉદિત નારાયણે ગાયું રોમેન્ટિક ગીત, તો ન રોકાયા શાહરૂખ-ગૌરી, જુઓ વીડિયો