આ છે દેશની સૌથી સસ્તી Cars જેમાં મળે છે Sunroof
સનરૂફવાળી કારમાં પરિવાર સાથે લાંબી સફર પર જવાની મજા ઘણી વધી જાય છે. તેમાં પણ બાળકો ધરાવતા પરિવારોને મોટે ભાગે સનરૂફવાળી કાર ગમે છે. માર્કેટમાં ઘણા એવા વાહનો છે જેમાં સનરૂફ મળે છે પરંતુ તેમાંથી કેટલીક મોંઘી હોય છે પરંતુ આ સમાચારમાં અમે તમને આવી સસ્તી કાર વિશે જણાવી રહ્યા છીએ જેને ખરીદીને તમે સનરૂફવાળી કારની તમારી ઈચ્છા પૂરી કરી શકો છો.
હ્યુન્ડાઈ i20
Hyundaiની i20 ભારતમાં સનરૂફ સાથે ઉપલબ્ધ સૌથી સસ્તી કાર છે. આ કારના ટોપ વેરિઅન્ટ Astaમાં સનરૂફનો વિકલ્પ ઉપલબ્ધ છે. કારની એક્સ શોરૂમ કિંમત 8.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
કિયા સોનેટ
કિયાના સોનેટમાં સનરૂફ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ વિકલ્પ તેના HTK Plus વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ શોરૂમ કિંમત 9.19 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે.
ટાટા નેક્સન
ભારતીય કાર નિર્માતા ટાટા પણ નેક્સોન જેવી એસયુવીમાં સનરૂફ ફીચર આપે છે. આ વિકલ્પ એસયુવીના XM S વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 9.20 લાખ છે.
હોન્ડા જાઝ
રૂ. 9.34 લાખની એક્સ-શોરૂમ કિંમત સાથે આવતી આ કારના ટોપ વેરિઅન્ટમાં સનરૂફની સુવિધા છે. કારનું ટોપ વેરિઅન્ટ ZX છે.
હોન્ડા WRV
હોન્ડાની વધુ એક કાર WRV છે જેમાં આ ફીચર આવે છે. આ કાર Jazz કરતા થોડી મોંઘી છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 9.89 લાખ રૂપિયા છે. આ સુવિધા તેના ટોપ વેરિઅન્ટ VXમાં પણ ઉપલબ્ધ છે.