વીકેન્ડ સ્પેન્ડ કરવાની આ છે શાનદાર જગ્યાઓ, ઓછા સમયમાં કરો એક્સપ્લોર
- તમે તમારા વીકએન્ડની મજા ટૂંકા ગાળામાં પણ માણી શકો છો. આ શાનદાર જગ્યાઓ ઓછા સમયમાં પણ તમને મોજ પાડી દેશે
HD ન્યુઝ ડેસ્કઃ જીંદગીની ભાગદોડ વચ્ચે દરેક વ્યક્તિ થોડી ક્ષણો આરામ કરવા ઈચ્છે છે. વીકેન્ડ દરેક વ્યક્તિના હૃદય અને દિમાગ બંનેને નવી ઉર્જાથી ભરી દે છે. જો તમે તમારી જાતને ફ્રેશ રાખવા માંગો છો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગો છો, તો તમે વીકેન્ડના અંતે પ્રવાસનું આયોજન કરી શકો છો. વીકેન્ડની આસપાસ તમે એકાદ બે રજાઓ જોડી દેશો તો તમે સરળતાથી આ સ્થળોની મુલાકાત લઈ શકશો. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારા વીકએન્ડની મજા ટૂંકા ગાળામાં પણ માણી શકો છો. આ શાનદાર જગ્યાઓ ઓછા સમયમાં પણ એક્સપ્લોર કરી શકો છો. અહીં આવીને તમને મોજ પડી જશે.
આ છે 5 લોકપ્રિય સ્થળો
મનાલી, હિમાચલ પ્રદેશ
હિમાલયની ગોદમાં વસેલું મનાલી પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. અહીં તમે સુંદર ખીણો, નદીઓ અને બરફથી ઢંકાયેલા પર્વતોનો આનંદ માણી શકો છો. તમે અહીં ટ્રેકિંગ, સ્કીઈંગ અને પેરાગ્લાઇડિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકો છો.
ગોવા
ગોવા બીચ રજાઓ માણવા માટે સૌથી લોકપ્રિય સ્થળ છે. અહીં તમે સુંદર બીચ પર આરામ ફરમાવીને સૂર્યના કિરણોનો આનંદ માણી શકો છો, વોટર સ્પોર્ટ્સ એક્ટિવીટી કરી શકો છો અને સ્થાનિક ભોજનનો સ્વાદ પણ માણી શકો છો.
કેરળ
કેરળને ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રીનરીથી ઘેરાયેલું કેરળ ખૂબ જ સુંદર છે. અહીં તમે બેકવોટર ક્રૂઝ પર જઈ શકો છો, આયુર્વેદિક સારવાર કરાવી શકો છો અને સ્થાનિક કળા અને સંસ્કૃતિનો અનુભવ કરી શકો છો.
ઉદયપુર, રાજસ્થાન
ઉદયપુરને સિટી ઑફ લેક પણ કહેવામાં આવે છે. અહીં તમે મહેલો, કિલ્લાઓ અને તળાવોની સુંદરતાનો આનંદ માણી શકો છો. તમે અહીં રાજસ્થાની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે પણ જાણી શકો છો. ઉદયપુરમાં પણ હવામાન ખૂબ સુંદર હોય છે.
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ
દાર્જિલિંગ તેના ચાના બગીચાઓ અને સુંદર પર્વતો માટે જાણીતું છે. અહીં તમે ટોય ટ્રેનની સવારી કરી શકો છો, ચાના બગીચામાં રખડી શકો છો અને તિબેટીયન બજારમાં ખરીદી પણ કરી શકો છો.
આ પણ વાંચોઃ ચંદેરીની સાડીઓ તો સાંભળી હશે, શહેરની સુંદરતા જોશો તો દંગ રહેશો