રાતે સુતી વખતે નાકમાં ઘીના બે ટીપાં નાંખવાના આ છે ફાયદા
- નસ્ય વર્ષો જુની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ છે
- ખભાથી ઉપરના વિકારો માટે બેસ્ટ ટ્રિટમેન્ટ
- માથાના દુખાવાથી લઇને વાળ ખરવામાં પણ રાહત આપશે
આયુર્વેદમાં દરેક બિમારીનો ઇલાજ જોવા મળે છે. હજારો વર્ષો જુની આ પદ્ધતિથી બિમારીઓનો ઇલાજ આયુર્વેદિક ઔષધિઓથી કરવામાં આવે છે. તેમાં એક ઉપાય નસ્ય પણ છે. આયુર્વેદમાં ખભાથી ઉપર થતા વિકારો માટે નસ્ય સૌથી સારી ટ્રિટમેન્ટ માનવામાં આવે છે.
આયુર્વેદમાં કહેવાયુ છે કે નાક એ માથાનું પ્રવેશદ્વાર છે. માથુ, વાળ, દાંત, કાન, નાક, આંખ અને સમગ્ર સ્વાસ્થ્ય સંબંધિત વિકારોમાં તે મદદ કરે છે. આયુર્વેદમાં નાકમાં ઘી નાંખવાની પ્રક્રિયા સામેલ છે. એવું માનવામાં આવે છે કે દિવસમાં બે વખત નાકમાં ઘી નાંખવાથી ઘણી ગંભીર સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
નાકમાં ઘી નાંખવાના ફાયદા
આ આયુર્વેદિક ઉપાય સારી ઉંઘ લાવવા, માથાનો દુખાવો, ત્વચામાં ચમક લાવવા, ઇમ્યુનિટી અને મેમરીમાં સુધારો લાવવા, એલર્જી ઘટાડવા, મેન્ટલ હેલ્થમાં સુધારો કરવા, વાળ ખરવા કે સફેદ થવાથી બચવા, તણાવ ઘટાડવા અને નસકોરાને ઘટાડવા તેમજ મગજને પોષણ આપવામાં સહાયક છે.
નસ્ય ઉપચારના લાભ
નસ્ય ઓટો ઇમ્યુન ડિસઓર્ડરમાં સહાયક છે. તે ઓટો ઇમ્યુન થાઇરોઇડ, મલ્ટીપલ સ્કેલેરોસિસથી પીડિત લોકોને રાહત આપે છે. તણાવ, માથાનો દુખાવો, મગજની ગરમી દુર કરવા, વાળની સમસ્યા દુર કરવામાં, ઓછુ કે ધુંધળુ દેખાવામાં કે અનિદ્રા વગેરેથી રાહત મળી શકે છે.
નાકમાં ક્યારે અને કેટલુ ઘી નાંખવુ?
ડોક્ટરે જણાવ્યુ કે સવારે બ્રશ કર્યા બાદ અથવા રાતે સુતી વખતે નાકના બંને કાણામાં ગાયના ઘીના બે ટીપા રૂ કે ડ્રોપર અથવા તો તમારી નાની આંગળીની મદદથી નાંખવા જોઇએ.
આ પણ વાંચોઃ આ ત્રણ રાશિઓ પર ક્યારેય પડતો નથી શનિની સાડાસાતીનો અશુભ પ્રભાવ