ટ્રેન્ડિંગમનોરંજન

2022માં આ અભિનેત્રીઓ બની માતાઃ આંગણામાં ગુંજી કિલકારી

વર્ષ 2022 હવે પુરૂ થવા જઇ રહ્યુ છે, પરંતુ આ વર્ષ અનેક લોકો માટે અત્યંત ખાસ રહ્યુ. એન્ટરટેઇન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કેટલાય સેલિબ્રીટીઝ છે જેમના ઘરમાં આ વખતે બાળકોની કિલકારી ગુંજી અને તેમને પેરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.

2022માં આ અભિનેત્રીઓ બની માતાઃ આંગણામાં ગુંજી કિલકારી hum dekhenge news

આલિયા ભટ્ટ

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ આ વર્ષે એક સુંદર દિકરીની મા બની. આલિયા અને રણબીરે પોતાની પુત્રીનું નામ રાહા રાખ્યુ. આલિયા ભટ્ટે આ વર્ષે 14 એપ્રિલના રોજ રણબીર કપુર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના સાત મહિના બાદ છ નવેમ્બરે તેણે એક પુત્રીને જન્મ આપ્યો અને તેમનું આંગણું ખુશીઓથી છલકાઇ ઉઠ્યુ.

સોનમ કપુર

અભિનેત્રી સોનમ કપુરે લગ્નના ચાર વર્ષ બાદ આ વર્ષે પુત્રને જન્મ આપ્યો. સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. 20 ઓગસ્ટ, 2022ના રોજ સોનમ અને આનંદ માતા-પિતા બન્યા. આ કપલે પોતાના પુત્રનું નામ વાયુ રાખ્યુ છે.

2022માં આ અભિનેત્રીઓ બની માતાઃ આંગણામાં ગુંજી કિલકારી hum dekhenge news

બિપાશા બાસુ

અભિનેત્રી બિપાસા બાસુને પણ આ વર્ષે માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ. બિપાશાએ વર્ષ 2016માં અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ છ વર્ષ બાદ બિપાશાએ એક પુત્રીને જન્મ આપ્યો. બિપાશા અને કરણે તેનુ નામ દેવી રાખ્યુ છે.

પ્રિયંકા ચોપરા

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનુ ઘર પણ આ વર્ષે કિલકારીથી ગુંજી ઉઠ્યુ. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ ત્રણ વર્ષ બાદ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં તે સેરોગસી દ્વારા માતા બની. તેની પુત્રીનું નામ તેણે માલતી રાખ્યુ છે.

2022માં આ અભિનેત્રીઓ બની માતાઃ આંગણામાં ગુંજી કિલકારી hum dekhenge news

કાજલ અગ્રવાલ

અભિનેત્રી કાજલ અગ્રવાલે 2022ની શરૂઆતમાં જ એક પોસ્ટ કરી પોતાની પ્રેગ્નેન્સીની જાણકારી ચાહકોને આપી હતી. તે પ્રગ્નેન્સી પીરિયડમાં ઘણી એક્ટિવ હતી. તેણે પતિ ગૌતમ કિચલૂ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોશૂટ પણ કરાવ્યા હતા. કાજલે એપ્રિલ મહિનામાં પુત્રને જન્મ આપ્યો હતો

નયનતારા

સાઉથની ફિલ્મોની અભિનેત્રી નયનતારાએ આ વર્ષે જુલાઇ મહિનામાં ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર મહિના બાદ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં નયનતારા અને વિગ્નેશ સેરોગસી દ્વારા બે જોડિયા બાળકોના માતા પિતા બન્યા

2022માં આ અભિનેત્રીઓ બની માતાઃ આંગણામાં ગુંજી કિલકારી hum dekhenge news

ભારતી સિંહ

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ 3 સપ્ટેમ્બર 2017 ના ગોવામાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી બંને જ હેપ્પી મેરિડ પ્રોફેશનલ લાઈફ પસાર કરી રહ્યા છે. તે બંને એક સાથે ઘણા કોમેડી પ્રોજેક્ટમાં પણ જોવા મળે છે. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. ભારતી સિંહે એપ્રિલ મહિનામાં પુત્રને જન્મ આપ્યો હતો. તેના પુત્રના વીડિયો પણ તે વારંવાર શેર કરતી રહે છે. તેનુ બાળક અત્યંત ક્યુટ છે અને ફેન્સ તેમજ ફ્રેન્ડ્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે.

દેબિના બેનર્જી

દેબિના બેનર્જી અને તેના પતિ અભિનેતા ગુરમીત ચૌધરીએ 2011માં લગ્ન કર્યા હતા. લગ્નના 11 વર્ષ પછી આ દંપતીને એપ્રિલ 2022માં પુત્રી લિઆના ચૌધરીનું સ્વાગત કર્યું હતુ. દેબિના બેનર્જી અને ગુરમીત 11 નવેમ્બર 2022ના રોજ બીજી પુત્રીના માતાપિતા બન્યા.

Back to top button