- શેર બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ
- શેરની પ્રવર્તમાન ફેસ વેલ્યૂ રૂ.1 કરતાં વધારે હોવી જરૂરી
- નવી નીતિથી કંપનીઓ તથા સ્ટેટ પીએસયુના મૂલ્યાંકનમાં વધારો થશે
ગુજરાત સરકારે તેની 7 લિસ્ટેડ કંપનીઓ માટે બોનસ અને ડિવિડન્ડની નીતિ ઘડી છે. જેમાં અમુક સ્ટેટ PSUને પણ આ નીતિ લાગુ પડશે. તથા શેર બાયબેક વિભાજનની પણ છૂટ અપાઈ છે. તેમજ સ્ટેટ પીએસયુના મૂલ્યાંકનમાં વધારો થશે, એવી રાજ્ય સરકારને આપેક્ષા છે.
આ પણ વાંચો: અમદાવાદના સ્મશાનગૃહમાં લાકડાકાંડ કૌભાંડ
શેર બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ
ગુજરાત સરકારે તેની શેરબજારમાં લિસ્ટેડ 7 કંપનીઓ સહિત અન્ય કેટલાક તેના જાહેર સાહસો માટે પોલિસી જાહેર કરી છે, જે અંતગર્ત આ કંપનીઓએ કરવેરા પછીના નફા-પ્રોફિટ આફ્ટર ટેક્સના લઘુતમ 30 ટકા અથવા નેટવર્થના 5 ટકા, બેમાંથી જે વધારે હોય તે શેરહોલ્ડર્સ માટે જાહેર કરાયેલા ડિવિડન્ડનું મિનિમલ લેવલ હોવું જોઈએ, કંપનીઓએ ડિવિડન્ડનું મેક્સિમમ પરમિસિબલ લેવલ જાહેર કરવું પડશે. જે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી રૂ. 2 હજાર કરોડ હોય અને બેન્ક બેલેન્સ ઓછામાં ઓછું રૂ. 1 હજાર કરોડ હોય તે દરેક કંપની-પીએસયુને આ નવી પોલિસી હેઠળ પોતાના શેર બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદ આવ્યો
શેરની પ્રવર્તમાન ફેસ વેલ્યૂ રૂ.1 કરતાં વધારે હોવી જરૂરી
જે સ્ટેટ પીએસયુ પાસે પેઇડ અપ ઈક્વિટી શેર કેપિટલની 10 ગણી રકમ જેટલી કે તેથી વધુ નિર્ધારિત રિઝર્વ અને સરપ્લસ છે, એવા સ્ટેટ પીએસયુએ તેમના શેર હોલ્ડર્સને બોનસ શેર ઇશ્યૂ કરવા જરૂરી છે, એમ પણ આ નવી પોલિસીમાં સૂચવાયું છે. નવી પોલિસી પ્રમાણે જ્યારે સ્ટેટ પીએસયુના શેરની માર્કેટ પ્રાઇસ અથવા તેની બુક વેલ્યૂ તેના મૂલ્યના 50 ગણા કરતાં વધી જાય ત્યારે, ફરજિયાત શેરનું વિભાજન કરવું પડશે. અલબત્ત, આવા કેસમાં શેરની પ્રવર્તમાન ફેસ વેલ્યૂ રૂ.1 કરતાં વધારે હોવી જરૂરી છે. રાજ્ય સરકારની લિસ્ટેડ કંપનીઓ તથા સ્ટેટ પીએસયુ માટે જાહેર કરાયેલી આ નવી નીતિ સંદર્ભમાં નાણાવિભાગે મંગળવારે ઠરાવ બહાર પાડયો છે. આ કંપનીઓ માટે ફરજિયાત ડિવિડન્ડ અને બોનસ શેર માટે જાહેર કરાયેલી આ નવી નીતિથી કંપનીઓ તથા સ્ટેટ પીએસયુના મૂલ્યાંકનમાં વધારો થશે, એવી રાજ્ય સરકારને આપેક્ષા છે.
આ કંપનીઓ નવી નીતિ હેઠળ આવશે:
લિસ્ટેડ કંપનીઓ
(1) જીએસએફસી (2) જીએનએફસી (3) ગુજરાત ગેસ (4) જીએમડીસી (5) જીએસીએલ (6) જીએસપીએસ અને (7) જીઆઇપીસીએલ.
અન્ય સ્ટેટ પીએસયુ
GIDC,જીયુવીએનએલ તથા જેટકો જેવા કેટલાક સ્ટેટ પીએસયુ પણ આ નીતિના માપદંડમાં આવતા હોવાનું નાણાસચિવ મોના ખંધાર દ્વારા જણાવાઈ રહ્યું છે.