બોલિવૂડના આ 7 કલાકારો જેમણે એક જ નામની બે ફિલ્મોમાં કામ કર્યું છે : જાણો કોણ છે આ કલાકારો !
બોલિવૂડમાં ફિલ્મોના શીર્ષકો એકદમ અનોખા હોય છે. જેના પર આખી ફિલ્મની વાર્તા ક્યાંક ને ક્યાંક ટકેલી હોય છે. પરંતુ હવે બોલિવૂડ સિનેમા વર્ષોથી બદલાઈ ગયું છે. બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમણે અલગ-અલગ વર્ષોમાં એક જ નામ એટલે કે એક જ ટાઈટલ વાળી ફિલ્મોમાં બે વાર અભિનય કર્યો છે. ચાલો આજે તમને બોલીવુડના કેટલાક એવા કલાકારો વિશે જણાવીશું જેમણે એક જ નામની ફિલ્મમાં બે વાર કામ કર્યું છે.
આ પણ વાંચો : કેટરીના કૈફ અને વિકી કૌશલની પહેલી કરવા ચોથ ના ફોટો થયા વાયરલ !
બૉલીવુડ અભિનેતા જેમણે એક જ ટાઇટલ ફિલ્મમાં બે વાર અભિનય કર્યો છે-
1- અમિતાભ બચ્ચન: અમિતાભ બચ્ચને વર્ષ 1975માં આવેલી ફિલ્મ ‘દીવાર’માં કામ કર્યું હતું. આ પછી તેણે વર્ષ 2004માં આ જ નામની ફિલ્મ ‘દીવાર’માં પણ કામ કર્યું હતું.
2- બોબી દેઓલ: બોબી દેઓલે વર્ષ 1995માં ફિલ્મ ‘બરસાત’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ વર્ષ 2005માં તેમણે આ જ નામની ફિલ્મ ‘બરસાત’માં પણ કામ કર્યું હતું.
3- કરીના કપૂર: કરીના કપૂરે વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘તલાશ’માં કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2012માં તેણે આ જ નામની ફિલ્મ ‘તલાશ’માં પણ કામ કર્યું હતું.
4- ધર્મેન્દ્ર: ધર્મેન્દ્રએ વર્ષ 1968માં આવેલી ફિલ્મ ‘બાઝી’માં કામ કર્યું હતું. જે બાદ તેમણે વર્ષ 1984માં આ જ નામની ‘બાઝી’માં પણ કામ કર્યું હતું.
5- કમલ હસન: કમલ હસન પહેલીવાર વર્ષ 1986માં ફિલ્મ ‘વિક્રમ’માં દેખાયા હતા. આ પછી વર્ષ 2022માં તેમણે ‘વિક્રમ’ નામની ફિલ્મ પણ કરી.
6- મિથુન ચક્રવર્તી: મિથુન ચક્રવર્તીએ વર્ષ 1989માં ફિલ્મ ‘ગુરુ’માં કામ કર્યું હતું. આ પછી વર્ષ 2007માં તે અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ગુરુ’માં પણ જોવા મળ્યાં હતાં.
7- ઋષિ કપૂર: ઋષિ કપૂરે વર્ષ 1979માં ફિલ્મ ‘જૂઠા કહીં કા’માં કામ કર્યું હતું. જે બાદ તેમણે વર્ષ 2019માં આ જ નામની ‘જૂઠા કહીં કા’ માં કામ કર્યું હતું.