ટ્રેન્ડિંગધર્મ

તુલસી પાસે ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થાય છે અમંગળ

  • તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે
  • તુલસીના છોડ પાસે કેટલીક વસ્તુઓ રાખવી અશુભ ગણાય છે
  • ગણેશજીની કોઈપણ પૂજામાં તુલસી ચઢાવવી જોઈએ નહીં

તુલસીને પવિત્ર માનવામાં આવે છે. દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે, પરંતુ કેટલીક વસ્તુઓ તુલસીના છોડની પાસે રાખવી અશુભ માનવામાં આવે છે. જો તમે પણ આવી વસ્તુઓ તુલસી પાસે રાખી હોય તો તેને તાત્કાલિક હટાવી દેવી જોઇએ.

તુલસીનો છોડ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં એવી વસ્તુઓ જણાવવામાં આવી છે, જેને તુલસી પાસે ક્યારેય ન રાખવી જોઈએ. તુલસી પાસે આ વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેની નકારાત્મક અસર પણ થાય છે. જાણો એવી કેટલીક વસ્તુઓ જે તુલસીના છોડ પાસે રાખવાથી બચવું જોઈએ.

તુલસી પાસે ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થાય છે અમંગળ hum dekhenge news

સાવરણી અને ડસ્ટબિન

તુલસીના છોડ પાસે ક્યારેય પણ ડસ્ટબીન કે સાવરણી ન રાખવી જોઇએ, કારણ કે આ વસ્તુઓનો ઉપયોગ ઘરની સફાઈ માટે થાય છે અને તેથી તે શુદ્ધ ગણાતી નથી. એ વાતનું પણ ધ્યાન રાખો કે જે જગ્યાએ તુલસીનો છોડ રાખવામાં આવ્યો છે ત્યાં કોઈપણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ. તુલસીના છોડ પાસે ગંદકીને કારણે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

ભગવાન ગણેશની મૂર્તિ

ધાર્મિક માન્યતા અને દંતકથા અનુસાર, એકવાર ભગવાન ગણેશ નદીના કિનારે બેસી તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે તુલસીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ગણેશની સુંદર મૂર્તિ જોઈને તે તેના પર મોહિત થઈ ગઈ અને તેણે ગણેશજી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ગણેશજીએ તેમનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, જેના કારણે તુલસીજીએ તેમને શ્રાપ આપ્યો કે તેઓ એક નહીં પરંતુ બે લગ્ન કરશે. આ પછી ભગવાન ગણેશએ પણ તુલસીને શ્રાપ આપ્યો કે તેના લગ્ન એક અસુર સાથે થશે. એટલા માટે તુલસીની પાસે ભગવાન ગણેશનું ચિત્ર કે મૂર્તિ ન રાખવી જોઈએ અને ગણેશજીની કોઈપણ પૂજામાં તુલસી ચઢાવવી જોઈએ નહીં.

તુલસી પાસે ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થાય છે અમંગળ hum dekhenge news

શિવલિંગ

શિવલિંગ કે ભગવાન શિવની મૂર્તિ તુલસીના છોડની પાસે કે તુલસીના ક્યારામાં ન રાખવી જોઈએ. આની પાછળ એક માન્યતા છે કે તુલસીનું તેના પાછલા જન્મમાં નામ વૃંદા હતું, જે જલંધર રાક્ષસની પત્ની હતી. જ્યારે જલંધરનો અત્યાચાર વધવા લાગ્યો ત્યારે ભગવાન શિવે તેને મારવો પડ્યો. આ જ કારણ છે કે ભગવાન શિવની કોઈપણ પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

તુલસી પાસે ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થાય છે અમંગળ hum dekhenge news

જૂતા અને ચપ્પલ

તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને પૂજા સંબંધિત કોઈ પણ વસ્તુની પાસે જૂતા અને ચપ્પલ ન રાખવા જોઈએ. ઘરમાં જ્યાં પણ તુલસીનો છોડ લગાવ્યો હોય, ત્યાં જૂતા અને ચપ્પલ ભુલથી પણ ન રાખશો. આમ કરવાથી આર્થિક સંકટ આવી શકે છે.

કાંટાવાળા છોડ

તુલસીની પાસે કાંટાવાળા છોડ ન હોવા જોઈએ. તુલસી પાસે કાંટાવાળા છોડ રાખવાથી ઘરમાં નકારાત્મકતા ખૂબ જ ઝડપથી ફેલાય છે. જો તમારા ઘરમાં તુલસીની આસપાસ કાંટાવાળો છોડ હોય તો તેને તરત જ કાઢી નાખો.

આ પણ વાંચોઃ હવે ટૂંક સમયમાં X પરથી કરી શકાશે ઓડિયો-વીડિયો કોલ- મસ્કે કરી મોટી જાહેરાત

Back to top button