એલન મસ્ક સહિત દુનિયા આ 5 ઉદ્યોગપતિઓ જેમના નામે પોતાનું શહેર છે
એલન મસ્કએ વિશ્વમાં 2 નંબરનો ધનિક છે. દરેક ધનવાનો પોતાની મિલકતનો અલગ રીતે ઉપયોગ કરે છે. આજે અમે તમને વિશ્વના એવા પાંચ ઉદ્યોગપતિઓથી માહિતગાર કરવા જઈ રહ્યા છે કે જેઓને પોતાનું એક શહેર છે અથવા તો શહેરનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પાંચ ઉદ્યોગપતિઓમાંથી 2 ભારતીય ઉદ્યોગપતિઓ પણ સામેલ છે.
આ પણ વાંચો : 9 બાળકોનો પિતા એલન મસ્ક, જાણો જુડવા બાળકોને જન્મ આપનારી શિવોન જીલીસ વિશે
એલન મસ્કનું શહેર
એલન મસ્ક અને તેમની કંપની અમેરિકાના ટેક્સાસમાં હજારો એકર જમીન અધિગ્રહણ કરી રહી છે. કેટલાક રિપોર્ટ મુજબ એલન મસ્ક આ જમીન પર એક શહેર બનાવવા માંગે છે, જેના માટે કામ કરવામાં આવી રહ્યું છે. જો આ યોજના સફળ થશે તો એલોન મસ્કનું પોતાનું શહેર હશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એલન મસ્કની કંપનીના તમામ કર્મચારીઓ અહીં રહેશે. તમે કદાચ આ પહેલીવાર સાંભળ્યું હશે કે કોઈ અબજોપતિને પોતાનું શહેર હોય, પરંતુ એવું નથી, એલન મસ્ક સિવાય પણ કેટલાક એવા ઉદ્યોગપતિઓ છે જેમને પોતાનું એક શહેર છે. એલન મસ્કના આ શહેરનું નામ કથિત રીતે સેલબ્રુક રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સિલિકોન વેલી બેંકની બરબાદીથી વૈશ્વિક મંદીના સંકેત, જાણો શેરબજાર પર શું અસર પહોચશે
જમશેદજી નુસરવાનજી ટાટા
ભારતના ઝારખંડ રાજ્યમાં સ્થિત જમશેદપુરનું નામ ભારતીય ઉદ્યોગપતિ જમશેદજી નુસેરવાનજી ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ શહેરની સ્થાપના 1919માં થઈ હતી. તેઓ ટાટા ગ્રુપના સ્થાપક પણ છે. જમશેદજી ટાટાને ‘ફાધર ઓફ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1903માં તાજ હોટેલ પણ બનાવવામાં આવી હતી. તેઓ 1904 માં મૃત્યુ પામ્યા હતા.
લેસ વેક્સનર
બિલિયોનેર લેસ વેક્સનરે કોલંબસની બહારના એક નાના સમુદાયમાંથી રાજ્યના સૌથી જૂના રહેઠાણ એકમાં ન્યૂ અલ્બાની, ઓહિયો શહેરનું નિર્માણ કર્યું. 1980 ના દાયકાના અંતમાં, તેઓ ઘર બનાવવા માટે જગ્યા શોધી રહ્યા હતા અને ન્યૂ અલ્બાની પહોંચ્યા. ત્યાં તેમણે 30 એકર જમીન ખરીદી, બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ ધીમે ધીમે 10,000 એકર જમીન ખરીદીને શહેર બનાવ્યું.
આ પણ વાંચો : બ્લુ ટિક મુદ્દે એલન મસ્કે બદલ્યો નિર્ણય : હવે આવશે નવી વ્યવસ્થા
લેરી એલિસન
વર્ષ 2012 માં, ઓરેકલ કોર્પના સહ-સ્થાપક લેરી એલિસને ‘લાનાઇ એ હવાઇયા’ આઇલેન્ડનો 98 ટકા ભાગ ખરીદ્યો હતો. અહીં લગભગ 3,000 લોકોના ઘર છે. અહીં મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.
રાય બહાદુર ગુજર મલ મોદી
ભારતના ઉત્તર પ્રદેશના મોદીનગર શહેરનું નામ ભારતના અબજોપતિ રાય બહાદુર ગુજર મલ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ શહેરની સ્થાપના 1933માં થઈ હતી. તેમણે મોદી ઈન્ડસ્ટ્રી ગ્રુપની સ્થાપના કરી હતી. આ શહેર મોદીનગર તરીકે ઓળખાય છે.
બ્રુનેલો કુસીનેલી
ઇટાલીમાં એક ઉમ્બ્રીયન નામનું ગામ, જેને બ્રુનેલો કુસિનેલી સોલોમિયો દ્વારા સ્થાપવામાં આવેલ હતું. અહીં તેમની કંપનીનું હેડક્વાર્ટર પણ છે. રિપોર્ટ મુજબ, 1987માં કુસિનેલીએ એક લક્ઝરી ઘર ખરીદ્યું હતું અને હવે તે આસપાસની ઈમારતો ખરીદવા અને નવીનીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે.