ગુજરાતના 4 આઇએએસ અધિકારીઓને પ્રમોશન અપાયા છે. સેક્રેટરીમાંથી એડિશનલ ચીફ સેક્રેટરીના પ્રમોશન અપાયા છે. 1991ની બેચના 4 અધિકારીઓને પ્રમોશન અપાયું છે. જયંતિ રવિ, અંજુ શર્મા, એસ.જે.હૈદર અને જે.પી.ગુપ્તાને પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ઉત્સવો પાછળ સરકારે બે વર્ષમાં રૂ.57 કરોડ ફૂંકી માર્યા: કોંગ્રેસ
4 IAS અધિકારીઓમાંથી જાણો કોણ છે જયંતી રવિ
17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે. તેઓ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે.
આ પણ વાંચો: ડ્રગ્સ પકડાયું ને પકડયું એ બંને વચ્ચે ભેદ સમજવો જરૂરી : હર્ષ સંઘવી
ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે. તેઓ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે અને પંચમહાલનાં કલેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. આમ રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે.