ગુરૂ પુષ્ય યોગ ક્યારે? દિવાળી પહેલા આ 3 રાશિઓને થશે ધનલાભ
- ગુરૂ પુષ્ય યોગને કોઈપણ શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે. ગુરુવાર, 24 ઓક્ટોબર 2024ના રોજ ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષશાસ્ત્રમાં ગુરૂ પુષ્ય યોગને ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગુરુ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં હોય ત્યારે જ આ યોગ બને છે. ગુરૂ ગ્રહ અને પુષ્ય નક્ષત્ર ધન, સમૃદ્ધિ અને જ્ઞાનના પ્રતીક કહેવાય છે. આ જ કારણ છે કે બંનેના સંયોગથી બનેલો આ યોગ જાતકો માટે ફાયદાકારક સાબિત થાય છે. ગુરુ પુષ્ય યોગને લગ્ન, નવો વેપાર શરૂ કરવા, રોકાણ અને કોઈપણ યોજના માટે અનુકૂળ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુવાર, 24 ઓક્ટોબર 2024ના રોજ ‘ગુરુ પુષ્ય યોગ’ બની રહ્યો છે, જે 3 રાશિના લોકોને જીવનમાં જબરદસ્ત આર્થિક લાભ અપાવશે.
વૃષભ (બ,વ,ઉ)
વૃષભ રાશિના જાતકો માટે ગુરૂ પુષ્ય નશ્રત્ર શુભ ફળ આપશે. આ રાશિના નોકરિયાત લોકોને અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. બિઝનેસ કરતા લોકો કે પ્રોફેશનલ્સને પણ ફાયદો થશે. આ શુભ યોગ દરમિયાન વૃષભ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. નવો ધંધો શરૂ કરવા માટે સારો સમય છે, જે ભવિષ્યમાં નફો આપશે. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં નવી તકો મળશે. લવ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે.
કન્યા (પ,ઠ,ણ)
કન્યા રાશિના જાતકોને ગુરૂ પુષ્ય યોગના સકારાત્મક પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની તક મળશે. આ સિવાય ધંધામાં આવક વધશે, જે નબળી સ્થિતિને મજબૂત બનાવશે. લાંબા સમયથી પેન્ડિંગ એવા સોદા ફાઇનલ થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં સુધારો થશે.
મીન (દ,ચ,થ,ઝ)
મીન રાશિના લોકોને ગુરૂ પુષ્ય યોગના લાભથી આર્થિક ફાયદો થશે. આ લોકોને વેપારમાં આર્થિક લાભના નવા સ્ત્રોત મળશે. આ સિવાય તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે ચાલી રહેલો તણાવ પણ દૂર થશે. લાંબા સમયથી ચાલતી બીમારી દૂર થઈ શકે છે. નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ કારતક મહિનો શરૂ, જાણો દિવાળીથી લઈને દેવદિવાળી સુધીના તહેવારો ક્યારે?