સ્પોર્ટસ

ભારત અને પાકિસ્તાનના આ 2 ખેલાડીઓએ જીત્યા ‘ICC પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ

Text To Speech

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સપ્ટેમ્બર 2022 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડના વિજેતા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ ICC મેન્સ અને વિમેન્સ એવોર્ડ જીત્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર મહિલા વર્ગમાં આ પુરસ્કાર જીતવામાં સફળ રહી છે જ્યારે પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પુરૂષ વર્ગમાં આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે. મહિલા ક્રિકેટ પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાં બાંગ્લાદેશની નિગાર સુલતાના જેણે સંયુક્ત આરબ અમીરાતમાં ICC મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાનો સમાવેશ થાય છે. હરમનપ્રીતે સુલતાના અને મંધાનાને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો હતો.

સપ્ટેમ્બર મહિનો હરમનપ્રીત માટે યાદગાર મહિનો હતો. તેના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ રીતે ભારતે 1999 પછી ઈંગ્લેન્ડમાં વનડેમાં પ્રથમ શ્રેણી જીતી હતી. તેણે ત્રણ મેચમાં 221 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ વનડેમાં અણનમ 74 રન બનાવ્યા હતા, ત્યારબાદ બીજી વનડેમાં 111 બોલમાં 143 રન બનાવ્યા હતા.

ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ નોમિનીમાં ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન અને ભારતના અક્ષર પટેલનો પણ સમાવેશ થાય છે. પરંતુ રિઝવાન બેટથી શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ વખત આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. રિઝવાને ઈંગ્લેન્ડ સામેની 7 મેચની T20I શ્રેણીમાં 300થી વધુ રન બનાવ્યા હતા. તેણે ગયા મહિને 500 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા કારણ કે તે એશિયા કપમાં પણ રમ્યો હતો.

રિઝવાને કહ્યું, આવી સિદ્ધિઓ તમારા ઉત્સાહને વેગ આપે છે. હું મારા પ્રદર્શનથી ખુશ છું અને ઓસ્ટ્રેલિયામાં પણ ગતિ ચાલુ રાખવા માંગુ છું. હું આ પુરસ્કાર પાકિસ્તાનના લોકોને સમર્પિત કરવા માંગુ છું જેઓ પૂર અને જળવાયુ પરિવર્તનથી પ્રભાવિત છે.

આ પણ વાંચો : IND vs SA ODI : રાંચી વનડેમાં ઐયરની સદીથી ભારતની 7 વિકેટથી જીત

Back to top button