વુમન્સ IPLમાં આ 10 શહેરોને મળી શકે છે યજમાની : અમદાવાદ પણ છે રેસમાં !
IPL 2023 આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થવાની છે. આ પહેલા, BCCI માર્ચ મહિનામાં પ્રથમ મહિલા IPL આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટસ્ અનુસાર, આ વર્ષે 3 થી 26 માર્ચ સુધી મહિલા IPLનું આયોજન કરવામાં આવી શકે છે. મહિલા T20 વર્લ્ડ કપ 2023ના એક સપ્તાહ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવાની યોજના છે. વર્લ્ડ કપ 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.
આ પણ વાંચો : Hockey WC : વર્લ્ડ કપ જીતવાના મિશનની શરૂઆત, આજે ભારતીય ટીમ ટકરાશે સ્પેન સામે
BCCIએ બહાર પાડ્યા ટેન્ડર
રિપોર્ટ અનુસાર, વિદેશી મહિલા ક્રિકેટરોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને BCCIએ આ તારીખો પર મહિલા IPL યોજવાનું મન બનાવી લીધું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શુક્રવારે બીસીસીઆઈ દ્વારા આગામી પાંચ વર્ષ માટે મીડિયા અધિકારો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર ટેન્ડર માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. આ પછી, હરાજીની પ્રક્રિયા 8 જાન્યુઆરી, 2023 ના રોજ પૂર્ણ થઈ શકે છે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, “ડબ્લ્યુઆઈપીએલમાં મેચો ઘર અને દૂરના મેદાન પર આયોજિત કરવી પડકારજનક રહેશે. તેથી, એવું સૂચન કરવામાં આવ્યું છે કે પ્રથમ 10 મેચ એક સ્થળે અને બાકીની 10 મેચ અન્ય સ્થળે યોજવામાં આવે.
આ 10 શહેર થયા શોર્ટલિસ્ટ
BCCIએ હાલ 10 શહેરોને વુમન્સ IPL માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી 5 ટીમ બનશે, જે ટૂર્નામેન્ટ રમશે. શહેરમાં અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ), બેંગલુરુ (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી સ્ટેડિયમ), લખનઉ (અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ), અને મુંબઈ વાનખેડે, બ્રેબોર્ન, DY પાટીલ સ્ટેડિયમ)ના નામ છે.
આ ટીમો હોઈ શકે છે !
જ્યાં સુધી ટીમોના વેચાણનો સવાલ છે, તે પ્રાદેશિક ધોરણે હોઈ શકે છે અને બોર્ડ દરેક પ્રદેશમાંથી બે શહેરોની પસંદગી કરી રહ્યું છે. તેમાં ધર્મશાલા/જમ્મુ (ઉત્તર ક્ષેત્ર), પુણે/રાજકોટ (પશ્ચિમ), ઇન્દોર/નાગપુર/રાયપુર (મધ્ય), રાંચી/કટક (પૂર્વ), કોચી/વિશાખાપટ્ટનમ (દક્ષિણ) અને ગુવાહાટી (ઉત્તર-પૂર્વ)નો સમાવેશ થાય છે.
5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે
આ વર્ષે ઓક્ટોબરમાં BCCI દ્વારા મહિલા IPL યોજવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. યોજના અનુસાર, પાંચ IPL ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ 22 મેચોનું આયોજન કરવામાં આવશે. તમામ ટીમોમાં 18 ક્રિકેટરોની ટીમ હોઈ શકે છે, જેમાં છ વિદેશી ક્રિકેટરોનો પણ સમાવેશ કરવામાં આવશે. પ્લેઇંગ ઇલેવનમાં પાંચ વિદેશી ખેલાડીઓ ઉમેરી શકાય છે.
એવું કહેવામાં આવ્યું હતું કે લીગ સ્તરે, દરેક ટીમ અન્ય ચાર ફ્રેન્ચાઇઝીઓ સાથે બે-બે મેચ રમશે. આ રીતે લીગ સ્તરે જ 20 મેચોનું આયોજન કરવામાં આવશે. ટેબલ ટોપરને ફાઇનલમાં સીધો પ્રવેશ મળશે જ્યારે એલિમિનેટર રાઉન્ડ બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે ટેબલ ટોપર સામે ટાઈટલ મેચ રમશે.