મારી સીટ નીચે બોમ્બ છે : પેસેન્જરે કહેતા મુંબઈથી લખનૌ જતી ફ્લાઈટમાં હંગામો
- પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવીને તપાસ હાથ ધરી
મુંબઈ, 27 જાન્યુઆરી: મુંબઈથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો જ્યારે 27 વર્ષીય પેસેન્જરે કહ્યું કે, તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ ફ્લાઈટની તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તે જાણવા મળ્યું હતું કે, ફ્લાઇટમાં કોઈ બોમ્બ છે જ નહીં. જેથી મુંબઈ પોલીસ આ પેસેન્જરની અટકાયત કરી કેસ નોંધ્યો છે.
આ સમગ્ર મામલો શું છે?
વાસ્તવમાં, મુંબઈથી લખનૌની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષીય મોહમ્મદ અયુબ નામના યુવકે કહ્યું કે, તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. આ પછી તમામ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ બદલાઈ ગયો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે, “તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મુંબઈથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 5264માં બેઠેલા એક મુસાફરે આ વાત કહી હતી.
પેસેન્જરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
એરપોર્ટ પોલીસે પેસેન્જર અયુબની અટકાયત કરી છે અને તેની સામે IPCની કલમ 506(2) અને 505(1)(B) હેઠળ કેસ દાખલ કર્યો છે. ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ, તેઓ એ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવું કેમ કર્યું. તેનું આવું કરવા પાછળનું કારણ શું છે.
આ પણ જુઓ: હું નિંદ્રામાંથી ઉઠી તો તે મારા પર દુષ્કર્મ આચરતો હતો : મહિલાનો ઇન્સ્ટા ફ્રેન્ડ પર આરોપ