ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ચેસમાં એક દિવસ એવો આવશે જ્યારે ફાઇનલમાં ભારતીય ખેલાડીઓ જ આમને-સામને હશેઃ કોણે કહ્યું આવું?

  • ત્રણ ભારતીય એવા અર્જુન એરિગેસી, ડી. ગુકેશ અને આર. પ્રજ્ઞાનંદનું નામ ટોચના 10 ખેલાડીમાં સામેલ 

નવી દિલ્હી, 18 જુલાઇ: 64 ખાનાની રમત ચેસમાં ભારતીય પ્રતિભાની ઝડપી પ્રગતિ જોઈને 5 વખતના વિશ્વ ચેમ્પિયન એવા વિશ્વનાથન આનંદને એવો વિશ્વાસ આવી ગયો છે કે ચેસમાં એક દિવસ એવો આવશે જ્યારે વિશ્વ ચેમ્પિયન બનવાની ફાઇનલમાં બે ભારતીય ખેલાડીઓ જ એકબીજાની આમને-સામને હશે. 16 જુલાઈ અને મંગળવારના રોજ ચેન્નાઈમાં ઈન્ડિયન એક્સપ્રેસના ઇન્ટરવ્યૂમાં બોલતા, વિશ્વનાથન આનંદે આગાહી કરી હતી કે, તેઓ (ભારતીય ખેલાડીઓ) થોડા વર્ષોમાં એકબીજાના હરીફ (વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં) બની શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસના આ કાર્યક્રમમાં વિશ્વનાથન આનંદના પત્ની અરુણા અને ભારતના ટોચના ક્રમાંકિત ચેસ ખેલાડી અર્જુન એરિગેસી સાથે મુખ્ય અતિથિ હતા. વિશ્વનાથન આનંદે કહ્યું હતું કે, ‘ચેસના ખેલાડીઓની આ વર્તમાન ભારતીય પેઢી ટોચ પર પહોંચવાને એટલા નજીક છે કે તેઓ મોટાભાગની વસ્તુઓને પારખી લે છે. દેખીતી રીતે, સૌથી વધુ દાવ (વર્લ્ડ ચેમ્પિયનશીપમાં) સાથે રમવું એ એક એવો અનુભવ છે જેનો તમારે ખૂબ જ કુદરતી રીતે સામનો કરવો પડે છે, જેથી તમે સમજી શકો ત્યાંનું દબાણ કેવું હોય છે.’

હાલના સમયમાં ટોપ-10ની યાદીમાં 3 ભારતીય

દેશના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર આનંદે દેશમાં ચેસ ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું. જેના પરિણામે, હાલમાં ત્રણ ભારતીયો અર્જુન એરિગેસી (વિશ્વ નં. 4), ડી. ગુકેશ (વિશ્વ નં. 7) અને આર પ્રજ્ઞાનંદ (વિશ્વ નં. 8) વર્તમાન ટોચના 10 રેન્કમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. ગુકેશ આ વર્ષના અંતમાં વિશ્વ ચેમ્પિયન તાજ માટે ડિંગ લિરેનને પડકારશે. જો તે ચીનના ગ્રાન્ડમાસ્ટર પાસેથી આ ખિતાબ છીનવવામાં સફળ થશે તો તે સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બની જશે.

ભારતમાં હવે ખેલાડી બનવું ખૂબ જ સરળ 

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વિશ્વનાથન આનંદે કહ્યું હતું કે, ‘ભારતીય હવે ઘણી રમતોનો આનંદ માણી રહ્યા છે. આપણે કંઈક નવું ઈચ્છીએ છીએ તેથી ગયા વર્ષે આપણી પાસે ગ્લોબલ ચેસ લીગ હતી, જે રમતનું આયોજન કરવાની નવી ભારતીય રીત હતી. આખરે, હું એમ કહીશ કે, આજે ભારતમાં ખેલાડી બનવુંએ 20 વર્ષ પહેલાંની સરખામણીમાં ઘણું સરળ છે. હવે તમને પ્રશિક્ષણ, સાધનસામગ્રી અને પ્રેક્ષકો તરફથી પણ ઘણો સહયોગ મળે છે.’

બોર્ડ પર ખૂબ જ સ્પર્ધાત્મક છે ભારતીય યુવાનો

વિશ્વનાથન આનંદે વધુમાં કહ્યું હતું કે, ‘હું તાજેતરમાં તેઑ(યુવા ખેલાડીઓ)ની સાથે વધુ રમ્યો નથી. હું 6 વર્ષ પહેલા આર. પ્રજ્ઞાનંદ સાથે એક મેચમાં રમ્યો હતો. હું ગયા વર્ષે ગુકેશ સાથે રમ્યો. આવું ક્યારેક ક્યારેક થાય છે. તેઓ ઇવેન્ટ્સમાં પણ ખૂબ જ નમ્ર છે, પરંતુ બોર્ડ પર નથી. તેઓ બોર્ડ પર ખૂબ જ સ્પર્ધાત્મક છે અને મને તે ગમે છે. તેઓ તમને હરાવવાની ઇચ્છા સાથે બોર્ડ પર આવે છે, પછી ભલે તમે કોઈ પણ હોવ. રમત બાદ તેઓ અતિ નમ્ર બની જાય છે.’

વિશ્વનાથન આનંદની પત્ની અરુણા આનંદે માનસિકતામાં આવેલા પરિવર્તન વિશે વાત કરી જે હવે રમતમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વિશ્વનાથન આનંદના મેનેજર તરીકે, તેણીએ પોતાની જાતને ચેસની વિશ્વ સંચાલિત સંસ્થા FIDE અને અન્ય ટોચના ગ્રાન્ડમાસ્ટરો સાથે સતત બેટલ ઓફ વિટ્સમાં (બળને બદલે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને એકબીજા સાથે સ્પર્ધા કરવી)માં જોવે છે. તેમની પત્ની હોવા ઉપરાંત, અરુણા તેમની વ્યાપ્રોફેશનલ જર્નીમાં દાયકાઓ સુધી આનંદની મેનેજર રહી છે.

હવે તમારા લિંગ પર કોઈ પ્રશ્ન ઊઠતો નથી: અરુણા આનંદ

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અરુણા આનંદે જણાવ્યું હતું કે, ‘દુનિયા હવે એક મહિલાની ભૂમિકાને સ્વીકારી રહી છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને સતત પ્રશ્નો પૂછવામાં આવતા હતા: ‘એક સ્ત્રી તરીકે, શું તમે આ જાણો છો?’ અથવા ‘તમે માત્ર એક પત્ની છો’ પરંતુ, હવે કોઈ તમારા લિંગ પર પ્રશ્ન કરતું નથી. પરંતુ મોટાભાગે 2010 અને 2011માં, 50 પુરુષો સાથેના રૂમમાં હું એકમાત્ર મહિલા હતી. આનંદ મારી મજાક ઉડાવતો અને કહેતો, ‘શું તમે આ મોટા હોલીવુડ ટાઇપના લોકોને જોયા છે? જેમાં ઊંચા અંગરક્ષકો છે અને એક ટૂંકો માણસ છે. તમારે ટૂંકા માણસથી ડરવું પડશે, કારણ કે તે માણસ પરેશાન કરે છે! તેથી જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે! તમે તે જ ટૂંકા માણસ છો.’

જ્યારે પ્રોફેશનલ સેટિંગમાં જીવનસાથી સાથે કામ કરવાના રહસ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે અરુણાએ કહ્યું કે, ‘તે ખરેખર વિશ્વાસ પર આધારિત છે. આનંદ ઘણો પ્રવાસ કરે છે, તેથી મારે ઘરે ઘણી મદદ કરવી પડે છે. અમારો પુત્ર હમણાં જ કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યો છે. આનંદ જાણે છે કે જ્યારે તે ઘરે પરત ફરશે ત્યારે તેણે મારા કરતાં તેના પુત્ર અખિલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મોટે ભાગે તે વિશ્વાસ પર કામ કરે છે. તે લિંગ-વિશિષ્ટ ભૂમિકાઓ પર કામ કરતું નથી.’

અરુણા આનંદે વધુમાં કહ્યું કે, ‘જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ, ત્યારે આપણે સમજીએ છીએ કે તે એક સામાન્ય નિર્ણય છે જે આપણા બંને માટે કામ કરે છે. સાચું કહું તો, અમારા સંબંધમાં, હું જ તે એકમાત્ર માણસ છું જે ગુસ્સો કરે છે. આનંદ પણ કોઈવાર ગુસ્સો કરી બેસે છે, પરંતુ તેનો ગુસ્સો 1 સેકન્ડમાં જ ગાયબ થઈ જાય છે. જો હું ગુસ્સો કરીશ તોઅમારા ત્રણેય વચ્ચે રહે છે. તે પછી તેમને ખૂબ જ મહેનત કરવી પડે છે.

સાથી ખેલાડીઓમાં તંદુરસ્ત સ્પર્ધા છેઃ અર્જુન

આ દરમિયાન, અર્જુન એરિગેસીએ ભારતીય ચેસ સર્કિટમાં તેની, ગુકેશ, પ્રજ્ઞાનંદ અને વિદ્યુત ગુજરાતી વચ્ચેની તંદુરસ્ત હરીફાઈ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ‘અમારી વચ્ચે થોડી હરીફાઈ છે, પરંતુ તે ખૂબ જ સ્વસ્થ છે. તે અન્ય લોકોને વધુ મહેનત કરવા અને વધુ સારું કરવા પ્રેરણા આપે છે. તે ઈર્ષ્યા (અન્યની સિદ્ધિઓની) લાગણી વિશે નથી. આપણી પાસે . અત્યારે જે છે તે ખૂબ જ સારું છે અને જો તે આમ જ રહે તો તે દરેક માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે દરેકને મદદ કરે છે.

ભારતીય પ્રતિભાનો સામનો કરતી વખતે ટોચના ખેલાડીઓની માનસિકતા કેવી રીતે બદલાઈ છે તે વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે, ‘2020માં, અમને મેગ્નસ કાર્લસન અથવા અન્ય લોકો સામે રમવાની વધુ તકો મળી ન હતી. પરંતુ જો અમે તેમની સાથે રમ્યા હોત, તો તેઓએ કદાચ અમારી સામે વધુ જોખમ ઉઠાવ્યું હોત. પરંતુ તેઓ હવે અમારી સાથે રમતી વખતે સમાન જોખમ લેશે નહીં, કારણ કે તેઓ જાણે છે કે અમે તેમને લડત આપવા સક્ષમ છીએ, તેથી હવે અમને પૂરતું સન્માન મળે છે.

આ પણ જૂઓ: ભારતીય સ્ટાર્ટઅપ્સમાં AIની તાકાત વધારવા Google અને MeitYએ મિલાવ્યા હાથ

Back to top button