ગુજરાત

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં મંગળવાર સાંજે અને બુધવાર સવારે પાણીકાપ રહેશે

Text To Speech

વડોદરાઃ ભર ઉનાળે શહેરના ગાજરવાડી વિસ્તારમાં આવતીકાલ મંગળવારે સાંજે અને બુધવારે સવારે કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીમાં હજારો લોકો પાણી વગર તરસ્યાં રહેશે. ત્યારે પાલિકાએ આ માટે કોઈ અન્ય સુવિધા કરવી જોઈએ તેવી સ્થાનિકોની માગ છે.

ઓછો સમય પાણી વિતરણ કરશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગાજરાવાડી ટાંકી ખાતે જૂના LT પેનલ બોર્ડના સ્થાને નવીન LT પેનલ બોર્ડ લગાવવાની કામગીરી તા. 10 મે મંગળવારના રોજ સવારના પાણી વિતરણ હાથ ધરવામાં આવશે. જેથી ગાજરાવાડી ટાંકીથી મંગળવારે સાંજના ઝોનમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. આ સાથે જ ગાજરાવાડીમાં 11 મે બુધવારે સવારના ત્રણ ઝોનમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. તેમજ બુધવારે સાંજના ઝોનમાં પાણી વિતરણ વિલંબથી, ઓછા પ્રેશરથી અને ઓછો સમય કરવામાં આવશે.

Back to top button