- અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ચાર સિનિયર આઈપીએસ વચ્ચે સ્પર્ધા
- અન્ય શહેરોમાં પણ પોલીસ કમિશનર બદલાય તેવો વર્તારો
- અમદાવાદ CP સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલે વયનિવૃત્ત થઈ રહ્યા છે
ગુજરાતમાં નજીકના દિવસોમાં IPS અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપાશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આગામી 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતાં હોવાથી તેમના સ્થાન પર પાંચ આઈપીએસ અધિકારીઓના નામો ચર્ચાઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ કેન્સર હોસ્પિટલમાં કર્મચારીઓને ફોનના ઉપયોગ પર પ્રતિબંધ
સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનરોની બદલીઓ પણ કરવામાં આવશે
બીજી તરફ સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનરોની બદલીઓ પણ કરવામાં આવી શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આગામી 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતાં હોવાથી તેમના સ્થાને આઈબીના વડા અને એસીબીના ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત, વડોદરાના પોલીસ કમિશનર ડો.શમશેરસિંગ, સુરતના પોલીસ કમિશનર અજય તોમર અને વિજીલન્સમાં ફરજા બજાવતા એડીશનલ ડીજી નીરજા ગોટરુંનું નામ મોખરે ચાલતું હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.
અન્ય શહેરોમાં પણ પોલીસ કમિશનર બદલાય તેવો વર્તારો
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30મી એપ્રિલના રોજ નિવૃત થતા હોવાથી તેમના સ્થાને કોને બેસાડવા તે બાબતે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. વડોદરાના પોલીસ કમિશનર ડો.શમશેરસિંગ, આઇ.બીના વડા અનુપમસિંહ ગેહલોત, સુરતના પોલીસ કમિશનર અજય તોમર અને ડીજી વિજીલન્સના એડીશનલ ડીજી નિરજા ગોટરુંના નામો મોખરે ચાલી રહ્યા છે. જયારે અમદાવાદ પોલીસ કમિશરની જાહેર થાય તો અન્ય શહેરોમાં પણ પોલીસ કમિશનર બદલાય તેવો વર્તારો છે. આ ઉપરાંત રાજયમાં મોટાપાયે આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શકયતાઓ છે.