ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કાશ્મીરી યુવકોના RTOમાં લાઇસન્સ બનાવનારો એજન્ટ પકડાતા થયા ચોંકાવનારા ખુલાસા

Text To Speech
  • ગાંધીનગર RTOમાં લાઇસન્સ એપ્રૂવ કરનારો એજન્ટ પકડાયો
  • અમદાવાદ તથા અન્ય આર્મી કેન્ટોમેન્ટના નામે RTOથી લાઇસન્સ બનાવતા
  • લાઇસન્સકાંડમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓ ઝડપાયા

ગાંધીનગર RTOમાં લાઇસન્સ એપ્રૂવ કરનારો એજન્ટ પકડાયો છે. જેમાં આર્મી ડ્રાઇવિંગ લાઇસન્સકાંડમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓ ઝડપાયા છે. કાશ્મીરના બારામુલ્લાના આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઇ છે. તેમજ તમામ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રોગતિમાન કર્યા છે.

અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે પાંચ વ્યકિતઓની ધરપકડ કરી

કાશ્મીરી યુવકોએ અમદાવાદ તેમજ અન્ય આર્મી કેન્ટોમેન્ટના નામે ગાંધીનગર આરટીઓ કચેરીમાંથી એજન્ટો મારફતે આર્મીના ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે પાંચ વ્યકિતઓની ધરપકડ કરી છે. પાંચેયની પૂછપરછમાં ગાંધીનગર આરટીઓના વધુ એક એજન્ટનું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે જ્યારે કાશ્મીરના બારામુલ્લામાંથી અન્ય એક આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રોગતિમાન કર્યા છે.

સંતોષસિંઘ અને ધવલ રાવત આર્મીના લાયસન્સ કઢાવી આપતા

અમદાવાદ આર્મી કેન્ટોમેન્ટના નામે 2000થી વધુ કાશ્મીરના સેન્સેટિવ વિસ્તારોમાં રહેતા અને આર્મીમાં નોકરી ન કરતો હોય તેવા યુવકોના ગાંધીનગર આરટીઓમાંથી આર્મીના ડ્રાઇવિંગ લાઇસન્સ નિકળ્યા હોવાનું મિલિટ્રરીના આઇબીની ટીમને જાણ થતાં તેઓએ સમગ્ર કાંડને તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કરવા માટે આદેશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા સંતોષસિંઘ અને ધવલ રાવત આર્મીના લાયસન્સ કઢાવી આપતા હોવાનું સામે આવતા બન્નેની ધરપકડ કરી હતી.

રામસિંગ ઠાકોર નામનો શખ્સ પણ તેમની સાથે કામ કરતો

બન્નેની પૂછપરછમાં કાશ્મીરના નાઝર ઉર્ફે નસીર મીર અને ગાંધીનગર આરટીઓમાં અગાઉ આઊટસોર્સિંગમાં નોકરી કરતા હિતેષ લિંબાચીયા અને દિવ્યાંગ પટેલ જે હાલમાં આરટીઓ અધિકારી સાથે સેટિંગ કરીને યૂઝર આઇડી પાસવર્ડ મેળવીને કાશ્મીરી યુવકોના લાયસન્સ એપૃવ કરે છે. જેથી બન્નેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને તપાસ કરતા રામસિંગ ઠાકોર નામનો શખ્સ પણ તેમની સાથે કામ કરતો હોવાનું ખુલ્યુ હતુ.

Back to top button