ગુજરાતટ્રેન્ડિંગ

ભાવનગરમાં આજથી 3 દિવસ અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપ રહેશે

Text To Speech
  • સવારે 6.30 કલાકથી 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે
  • 3 દિવસ અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપ મુકવામાં આવ્યો
  • શામળદાસ, સાંઈનાથ અને ગાયત્રીનગર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ

ભાવનગર શહેરમાં આજથી 3 દિવસ અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપ મુકવામાં આવ્યો છે. જેમાં શહેરમાં પીજીવીસીએલ દ્વારા સિટી ડિવિઝન હેઠળ આવતા 30 વિસ્તારોમાં વીજકાપ રહેશે.

આ પણ વાંચો: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં બંધનું એલાન, જાણો સમગ્ર મામલો 

સવારે 6.30 કલાકથી 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે

શામળદાસ ફીડર, સાંઈનાથ ફીડર, અને ગાયત્રીનગર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે. ભાવનગર શહેર પીજીવીસીએલ દ્વારા સીટી – 1 ડિવિઝન હેઠળ આવતા 30 જેટલા વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ બુધવાર સુધી સવારે 6.30 કલાકથી 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે. શહેરના શામળદાસ ફિડર, સાંઇનાથ ફીડર, ગાયત્રીનગર ફીડરોમાં રિપેરીંગ કામ હાથ ધરવાનું હોવાથી ત્રણેય ફિડરો હેઠળ સમાવેશ થતાં ત્રીસથી વધુ વિસ્તારોમાં વીજકાપ હોવાનું પી.જી.વી.સી.એલ.દ્વારા જાણવા મળ્યું હતું.

જગન્નાથપાર્ક સહિતના વિસ્તારોમાં સાડા પાંચ કલાક વિજ કાપ રહેશે

શહેરમાં પી.જી.વી.સી.એલ.ના સીટી – 1 ડિવીઝન હેઠળ આવતા ત્રણ ફિડરોમાં રીપેરીંગ કામ હાથ ધરવાનું હોવાથી આજથી બુધવાર સુધી જુદા જુદા વિસ્તારોમાં સવારે 6.30 કલાકથી 12.00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેમાં શામળદાસ ફિડરમાં સેન્ટ્રલ સોલ્ટ, બેંક તથાએચ.ડી.એફ.સી. બેંક વાળો ખાંચો, કલ્પદ્રુમફ્લેટ, રાધા મોહન ફ્લેટ, કોલેજ કેમ્પસમાં શામળદાસ કોલેજ તથા અન્ય કોલેજો, માધવબાગ 1-2, લીલા એફ સી, વૃંદાવન સોસાયટી, અક્ષરાવાડથી પાણીની ટાંકી સુધીનો જમણી બાજુનો વિસ્તાર તેમજ આજુબાજુનો વિસ્તાર જ્યારે સાંઇનાથ ફીડર હેઠળ મંગળ‌વારે પ્રભુદાસ તળાવ ચોક, બોરડી ગેટ ચોક, ગીતા ચોક, ગીતા ચોકથી મહિલા કોલેજ ડોન ચોકથી ક્રેસન્ટ સર્કલ, ડોન ચોક, ડોન ચોકથી ગીતા ચોક, કૃષ્ણ જૈન દેરાસર તેમજ આજુબાજુનો વિસ્તાર, ગીતા ચોકથી બોરડીગેટ પોલીસ ચોકી સુધીનો વિસ્તાર તેમજ બુધવારે ગાયત્રીનગર ફિડર હેઠળ ગુણાતીત ટેનામેન્ટ, આનંદનગરનો અમુક વિસ્તાર, દેવીપુજક વાસ, ડિસ્પોઝલ, સુમન ટાઉનશિપ, વર્ષા સોસાયટી, સુવિધા ટાઉનશિપ, પ્રધાનમંત્રી આવાસ યોજના, હમીરજી પાર્ક, હરિરામનગર 1-2, જગન્નાથપાર્ક સહિતના વિસ્તારોમાં સાડા પાંચ કલાક વિજ કાપ રહેશે.

Back to top button