ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત, દરિયામાં ડીપ પ્રેશર બનશે

Text To Speech
  • આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
  • ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા
  • રાજ્યના સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. તેમજ પવનની ગતિ વધુ રહેતા ગરમી ઓછી થશે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. જેમાં તાપમાનમાં સરેરાશ 2થી 3 ડિગ્રી ઘટવાના એંધાણ છે. તથા પવનની ગતિ વધુ રહેતા ગરમીથી રાહત સાથે દરિયાકાંઠે 25થી 30 કિમીની ઝડપનો પવન રહેશે તેથી માછીમારોને સાવચેત રહેવા તંત્રએ જણાવ્યું છે.

આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે

અમદાવાદમાં 40થી 41 ડિગ્રી તાપમાનની સંભાવના છે. તથા દરિયામાં ડીપ પ્રેશર બનતા પવનની ગતિ વધી શકે છે. બનાસકાંઠામાં 44.3, આણંદમાં 43.1 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 44.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, કચ્છમાં 41.5, ભુજમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું. બીજી તરફ ભાવનગરમાં 43.6, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે.

ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા

અમદાવાદમાં ગઇકાલે નોંધાયેલું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયુ છે. ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આગામી એક સપ્તાહ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ ન હોવાના સંકેતો પણ હવામાન ખાતા દ્વારા અપાયા છે. સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો નીચે જઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં 45 ડિગ્રીએ પહોંચેલું તાપમાન હવે ઘટીને 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. તરઘડિયા હવામાન કેન્દ્રએ આગાહી કરી છે. જેમાં અમરેલી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.

Back to top button