સપ્ટેમ્બરમાં 16 દિવસ સુધી બેંકો બંધ રહેશે, મહત્વપૂર્ણ કામ માટે બેંક જવાનું વિચારતા હોય તો આ ખાસ વાંચો
- સપ્ટેમ્બરમાં 16 દિવસ સુધી બેંકોમાં કામ-કાજ નહીં થાય
- 4 રવિવાર અને 2 શનિવાર સિવાય 10 દિવસ અલગ અલગ જગ્યાએ બેંકો બંધ રહેશે
આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં 16 દિવસ સુધી બેંકોમાં કામ-કાજ નહીં થાય.ઓગસ્ટ 2023 ની બેંક રજાઓ પછી, સપ્ટેમ્બર મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. સપ્ટેમ્બર 2023 માં, બેંકો બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 16 દિવસ માટે બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર, તમામ જાહેર ક્ષેત્રની બેંકો રાજ્ય વિશેષના આધારે કેટલીક પ્રાદેશિક રજાઓ સાથે બંધ રહેશે. પ્રાદેશિક રજાઓ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે.
બેંકો 16 દિવસ બંધ રહેશે
પ્રાપ્ત વિગતો અનુસાર,સપ્ટેમ્બર મહિનામાં બેંકો 16 દિવસ બંધ રહેશે. પહેલી રજા બુધવાર, 06 સપ્ટેમ્બરના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે અને બીજી રજા જેવી કે ઈદ-એ-મિલાદ પણ ગુરુવાર, 28 સપ્ટેમ્બરના રોજ આવશે, જે ભારતની તમામ બેંકોને લાગુ પડશે. મોટાભાગની બેંકોની કામગીરી ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને બેંકિંગ કાર્યક્રમો અને રજાઓ પણ RBI નિયમો દ્વારા સંચાલિત થાય છે. જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની બેંકો બંને રવિવાર અને બીજા અને ચોથા શનિવારે કામ કરતી નથી.
બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવાર બેંકો બંધ રહેશે
મહત્વનું છે કે,સપ્ટેમ્બર 2023માં, એવા 16 દિવસ છે જ્યારે RBI માર્ગદર્શિકા મુજબ, બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવાર સહિત, બેંકની રજાઓને કારણે ઘણી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો બંધ રહેશે.જો કે, આ રજાઓના કારણે લોકોને બેંક સંબંધિત કામમાં કોઈ મુશ્કેલી પડશે નહીં, કારણ કે રજાઓ વારંવાર અથવા ટૂંકા અંતરાલમાં આવતી નથી; ATM, રોકડ જમા, ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ ચાલુ રહેશે. સપ્ટેમ્બરની આ રજાઓ દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે કારણ કે રજાઓ સ્થાનિક તહેવારોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.
કોચી અને તિરુવનંતપુરમમાં 22 થી 24 સપ્ટેમ્બર સુધી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે
કોચી અને તિરુવનંતપુરમમાં 22 થી 24 સપ્ટેમ્બર સુધી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે. શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસના કારણે 22 સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે. જ્યારે 23 સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને 24 સપ્ટેમ્બરે રવિવાર છે.
રાજ્યના આધારે રજાઓ પર બેંકો બંધ રહેશે
પ્રાદેશિક રજાઓ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે.RBIની સત્તાવાર વેબસાઇટ પર તેમના વિશે કોઈ માહિતી નથી.આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આરબીઆઈએ 06, 07, 18, 19, 20, 22, 23, 25, 27, 28 અને 29 સપ્ટેમ્બરે બેંક રજાઓ જાહેર કરી છે.રિઝર્વ બેંકના કેલેન્ડર મુજબ સપ્ટેમ્બરમાં સપ્તાહાંત સિવાય 11 બેંક રજાઓ છે. જે લોકોને સપ્ટેમ્બરમાં બેંક સંબંધિત મહત્વપૂર્ણ કામકાજ હાથ ધરવાના છે, તેમણે રજાઓની યાદી જોવી જોઈએ અને તેમના કામની અગાઉથી યોજના બનાવી લેવી જોઈએ.
PNB ખાતાધારકોએ 31 ઓગસ્ટ સુધીમાં KYC કરાવી લેવું જોઈએ
જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો વહેલીતકે KYC કરાવી લો. જો તમે આમ નહીં કરો તો તમારે ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેંકે ખાતાધારકોને 31 ઓગસ્ટ સુધીમાં KYC કરાવવા માટે કહ્યું છે.
આ પણ વાંચો : લો બોલો, રૂ.2000ની નોટબદલીમાં 3 મહીનામાં 2000 કરોડ બેંકોમાં ડિપોઝીટ આવી