ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહિલા અનામત બિલ પર વિપક્ષી નેતાઓની થશે બેઠક, સોનિયા ગાંધી કરશે ચર્ચા

Text To Speech

સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. નવી સંસદમાં મંગળવારે કાર્યવાહી શરૂ થઈ. પીએમ મોદીએ નવી લોકસભા અને રાજ્યસભામાં સાંસદોને સંબોધિત કર્યા.  મંગળવારે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દાઓ પર આજે ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.

  1. પાંચ દિવસીય વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ
  2. આજે ગૃહમાં મહિલા અનામત બિલ પર ચર્ચા થશે
  3. સોનિયા ગાંધી બિલ પર ચર્ચા કરશે
  4. મંગળવારે નવા સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થઈ

Women's Reservation Bill

નિર્મલા સીતારમણ બિલ પર સરકારનો પક્ષ રજૂ કરશે

મહિલા અનામત બિલ પર આજે સંસદ ભવનમાં ચર્ચા થવા જઈ રહી છે. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે મહિલા અનામત બિલ પર કોંગ્રેસ વતી મુખ્ય વક્તા હશે. સરકાર વતી કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, ભારતી પવાર અને અપરાજિતા સારંગી પોતાનો પક્ષ રજૂ કરશે.

સોનિયા ગાંધી બિલ પર સંસદમાં કોંગ્રેસ વતી ચર્ચા કરશે

મહત્વનું છે કે 2008માં મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું અને તે 2010 માં પસાર થયું હતું. જો કે, બિલને ક્યારેય લોકસભામાં વિચારણા માટે મૂકવામાં આવ્યું ન હતું.

Sonia Gandhi

ગૃહમાં બિલ રજૂ કરતાં મેઘવાલે કહ્યું, “આ બિલ મહિલા સશક્તિકરણને લગતું છે. બંધારણના અનુચ્છેદ 239AAમાં સુધારો કરીને, દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT)માં મહિલાઓ માટે 33 ટકા બેઠકો આરક્ષિત કરવામાં આવશે. “કલમ 330A લોકસભામાં SC/ST માટે બેઠકોનું આરક્ષણ”.

અર્જુન મેઘવાલે એમ પણ કહ્યું કે નારી શક્તિ વંદન એક્ટ પસાર થયા બાદ લોકસભામાં મહિલાઓની સીટોની સંખ્યા વધીને 181 થઈ જશે. આ બિલને પસાર કરવા માટે બુધવારે 20 સપ્ટેમ્બરે ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે તેને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં ઉઠાવવામાં આવશે.

Back to top button