ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ગરમીનો વધુ એક રાઉન્ડ આવશે, ગાંધીનગર અને અમદાવાદમાં યલો એલર્ટ

Text To Speech

રાજ્યમાં ગરમીનો વધુ એક રાઉન્ડ આવશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો રાજ્યમાં ૪૬ ડીગ્રી સુધી પહોચવાનું આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં ૨૨ મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા બે-ત્રણ દિવસમાં રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીમાં થોડી રાહત જોવા મળી હતી. ત્યારે હવે ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ૨૦ થી ૨૨ મે સુધી શહેરમાં હિટવેવની શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં ૪૫ ડીગ્રી સુધી તાપમાન પહોચવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસમાં અમદાવાદ શહેર સહિત ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંઘીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં ૨૦ થી ૨૨ મે સુધી યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ગઈકાલની વાત કરીએ તો રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 43 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યુ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 42.8, અમદાવાદમાં 42.4 ડિગ્રી, કંડલામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પારો 41.5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ગાંધીનગરમાં 41.4 ડિગ્રી જ્યારે ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તરપશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. જેથી ગુજરાતઅમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે ગરમીનો પારો વધ્યો છે.

Back to top button