ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, અગનવર્ષા થાય તેવી સ્થિતિ રહેશે

Text To Speech
  • ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રી ગરમ રહેશે
  • અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું
  • કાળઝાળ ગરમીને લઈ અમદાવાદ મનપાએ અપીલ કરી

ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેમાં અગનવર્ષા થાય તેવી સ્થિતિ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. બે દિવસ રાત્રે પણ ગરમીની અસર રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ તથા આણંદ, સુરત, સુરેન્દ્રનગર તથા પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે.

આ પણ વાંચો: આગ્રામાં ફૂટવેરના ત્રણ વેપારીના ત્યાં આઇટી દરોડાના તાર ગુજરાત સુધી પહોંચ્યા

ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રી ગરમ રહેશે

ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રી ગરમ રહેશે. તેમજ સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, બનાસકાંઠામાં 45.1 ડિગ્રી તથા અમદાવાદમાં 44.1 ડિગ્રી, ગાંધીનગરમાં 44.9 ડિગ્રી અને મહેસાણામાં 44.2 ડિગ્રી, વડોદરામાં 44 ડિગ્રી, ભરૂચમાં 41.8 ડિગ્રી, વલસાડમાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 42.6 ડિગ્રી, રાજકોટમાં 44.6 ડિગ્રી, અમરેલીમાં 44.6 ડિગ્રી, જામનગરમાં 44.1 ડિગ્રી તેમજ જૂનાગઢમાં 43.1 ડિગ્રી, ભુજમાં 44.3 ડિગ્રી તાપમાન છે.

અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કાળઝાળ ગરમીને લઈ અમદાવાદ મનપાએ અપીલ કરી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવુ જોઇએ. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની આગાહી છે. જેમાં શહેરીજનોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ છે.

હાઇડ્રેટેડ રહો:

* જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ.

* મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો.

* ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ/લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો

* મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી.

શરીરને ઢાંકેલું રાખો:

• મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા,વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો.

• તમારું માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલ નો ઉપયોગ કરો.

• તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો.

Back to top button