ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાંથી 26ને બદલે 42 સાંસદો થશે જાણો શું છે કારણ

  • લોકસભાના વર્તમાન સીમાંકનની મુદ્દત વર્ષ 2027માં પૂર્ણ
  • વર્ષ 2021માં વસ્તી ગણતરી થઈ નથી
  • ગુજરાતમાં શહેરી મતક્ષેત્રો વધીને 60 ટકાએ પહોંચશે

વર્તમાન સીમાંકન મુજબ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી એ છેલ્લી ચૂંટણી બની રહેશે. આગામી વર્ષે માર્ચથી મે વચ્ચે યોજનારી આ ચૂંટણી બાદ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા- ECI લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓના નવા સીમાંકનો માટે આયોગ રચશે. વર્ષ 2026માં ECI દ્વારા શરૂ થનારી નવા સીમાંકન માટેની આ પ્રક્રિયામાં લોકસભામાં વર્તમાન બેઠકો 543થી વધીને જો 800એ પહોંચશે તો ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની સંખ્યા પણ 26થી વધીને 42 આસપાસ રહશે એવુ પ્રારંભિક અનુમાન છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની આ 7 લિસ્ટેડ કંપનીઓ બોનસ અને ડિવિડન્ડ આપશે 

લોકસભાના વર્તમાન સીમાંકનની મુદ્દત વર્ષ 2027માં પૂર્ણ

લોકસભાના વર્તમાન સીમાંકનની મુદ્દત વર્ષ 2027માં પૂર્ણ થવાની છે. બીજી તરફ નવી દિલ્હીમાં નવુ સંસદ ભવન તૈયાર થઈ રહ્યું છે, લોકાપર્ણની ઘડીઓ ગણાઈ રહી છે. આ નવનિર્મિત ભવનમાં લોકસભામાં સાંસદોની બેઠક ક્ષમતા 888 બેઠકો રખાઈ છે. રાજ્યસભામાં 384 બેઠક ક્ષમતા છે. આથી, ECI દ્વારા વર્ષ 2026માં નવા સીમાંકન માટે નવું આયોગ રચાશે ત્યારે લોકો દ્વારા ચૂંટાઈને લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા સાંસદો 543થી વધી 800થી વધુ રહેવાની શક્યતા દર્શાવાય છે. જ્યારે ઉપલાગૃહ રાજ્યસભામાં વિધાનસભાઓ દ્વારા ચૂંટાઈ આવતા 245ને સ્થાને 332 જેટલા સાંસદો રહે એમ મનાય છે. જેમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા સાંસદોની સંખ્યા 11ને બદલે 17 આસપાસ રહેશે એમ કહેવાય છે.

આ પણ વાંચો: ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીને ફરીથી સ્કૂલમાં પ્રવેશ મળશે!

વર્ષ 2021માં વસ્તી ગણતરી થઈ નથી

વર્ષ 2021માં વસ્તી ગણતરી થઈ નથી. પરંતુ, નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહમાં સાંસદો માટેની બેઠક સમીક્ષા તેમજ વર્ષ 2011ના સેન્સસ ડેટાને આધારે નિષ્ણાતો દ્વારા તૈયાર થયેલા અંદાજને આધારે રાજ્યવાર કેટલી બેઠકો વધી શકે છે તેની શક્યતા દર્શાવાઈ રહી છે. આ અનુમાનિત અંદાજને UPSC, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અભ્યાસ માટે રજૂ કરવામાં આવી રહ્યુ છે. વર્ષ 2027માં નવી સીમાંકન અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાતમાં 16મી વિધાનસભાની ચૂંટણી યોજાશે. આથી, રાજ્યમાં વિધાનસભાની બેઠકો પણ 182થી વધીને 230ને પાર થવાની શક્યતા દર્શાવાય છે.

આ પણ વાંચો: ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસના નામે નિરાશા 

ગુજરાતમાં શહેરી મતક્ષેત્રો વધીને 60 ટકાએ પહોંચશે

રાજ્ય વિધાનસભામાં 182માંથી ત્રીજા ભાગની અર્થાત 60 મતક્ષેત્રો શહેરી છે. નવા સીમાંકનમાં આ દર બમણો રહેશે. કારણ કે મહાનગરોમાં વસ્તીની ગીચતા વધી છે, એ વર્ગની પાલિકા ધરાવતા નાના શહેરો પણ એક અલાયદુ મતક્ષેત્ર ધરાવે તેવી સ્થિતિમાં છે. આથી વર્ષ 2004ના સીમાંકનથી જે બેઠકોમાં ગ્રામિણ મતદારોનું વર્ચસ્વ હતું ત્યાં હવે શહેરી મતદારો વધશે. આથી, હવે 30 ટકાને બદલે શહેરી મતક્ષેત્રોની સંખ્યા 55થી 60 ટકાએ પહોંચશે. જે અનુમાનિત 230 બેઠકોના 130 ઉપરાંત થવા જાય છે.

Back to top button