શિક્ષકોને પણ આવશે ડ્રેસ કોડ, સંસ્કૃતિને શોભે તેવા કપડાં પહેરવા પડશે


ગુજરાતની શિક્ષણનીતિમાં નવા બદલાવની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે ગુજરાતની સરકારી શાળાના શિક્ષકો મનફાવે તેવા કપડાં પહેરીને શાળામાં જઈ શકશે નહિ. આ માટે તંત્ર પ્રસ્તાવ લાવવાની તૈયારીઓમાં લાગી ગયું છે. આ પ્રસ્તાવ મુજબ શિક્ષકો જીન્સ-ટીશર્ટ જેવા કપડાં શાળામાં પહેરીને જઈ શકશે નહી.
આ પણ વાંચો : મોરબી ઝુલતો પુલ : ઓરેવાના 2 મેનેજર સહિત 7 આરોપીઓની જામીન અરજી નામંજૂર
આ બાબતે વધુ માહિતી આપતા માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડૉ. પ્રિયવન કોરાટે જણાવ્યું હતું કે આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભ યોજાશે જેમાં શૈક્ષણિક સ્ટાફ ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડાં પહેરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવનાર છે.
આ પણ વાંચો : જીગ્નેશ મેવાણીએ અદાણી વિવાદને “સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી” ગણાવ્યો
શાળામાં શિક્ષકો અને શિક્ષિકાઓ પેન્ટ શર્ટ અને ટી-શર્ટ તેમજ મનફાવે તેવા કપડાં પહેરીને આવતા હોવાની અનેક ફરિયાદો મળી હતી જેના કારણે શૈક્ષણિક સ્ટાફને યોગ્ય લાગે તેવા કપડાં પહેરવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી માટે યુનિફોર્મ હોય તો શિક્ષકો પણ યોગ્ય કપડાં પહેરે તે જરૂરી છે.