અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અમદાવાદના વાતાવરણમાં પલટો, પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ સાંજ સુધીમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝાપટુ અને છુટોછવાયો વરસાદ પડ્યો હતો. પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.
અમદાવાદના એસ.જી હાઈવે, સોલા, ગોતા, રાણીપ, વૈષ્ણોદેવી, પ્રહલાદનગર, સરખેજ, વાસણા, અમરાઈવાડી, સીટીએમ, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં પાંચ દિવસ માવઠાની આગાહી
અમદાવાદમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 અને 17 માર્ચે દિવસ ભારે વરસાદ પડી શકે છે તો 18 અને 19એ છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.