ધનતેરસની મોડી રાતે અમદાવાદની બે જગ્યાએ આગની ઘટના


ગુજરાતમાં હાલ દિવાળીનો માહોલ છે તે વચ્ચે ગતરોજને ધનતેરસની મોડી રાત્રે અમદાવાદના બે વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બન્ને વિસ્તાર ખાતે મોડી રાત્રે આ ઘટના બનવા પામી હતી જેના કારણે જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.
દિવાળીને લઈને રાજ્યભરના બજારોમાં રોનક જામેલી છે લોકો દિવાળીની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા છે ત્યારે ગતરોજને ધનતેરસના દિવસે અમદાવાદના પ્રેરણાતીર્થ દેરાસર પાસેની અભિજ્યોત રેસિડન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી, તો બીજી તરફ શહેરના દિલ્હી દરવાજા સ્થિત મોજડી બજારમાં પણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અને બજારના નાસ-ભાગ મચી ગઈ હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
પ્રેરણાતીર્થ દેરાસર પાસેના મકાનમાં આગ
શહેરમાં મોડી રાતે પ્રેરણાતીર્થ દેરાસર પાસેની અભિજ્યોત રેસિડન્સીમાં બનેલ આગ રેસિડન્સીમાંથી લોકો બહાર નીકળી ગયા હતા. તેમજ આગ રેસિડેન્સીના એક મકાનની બાલ્કની તરફ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જેમાં સાત ફસાયેલા લોકોનું મોડી રાતે રેસ્ક્યૂ કરીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેમજ આગ સોટ સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જોકે, સદનસીબે આ બંને ઘટનામાં જાનહાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
દિલ્હી દરવાજાના બજારમાં આગ
શહેરના દિલ્હી દરવાજામાં સ્થિક મોજડી બજારમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યાં પ્લાસ્ટિક વેસ્ટ અને પેકેજીંગ મટિરિયલના સ્ટોરેજવાળી જગ્યાએ આગ લાગી હતી. જે દૂર્ઘટનામાં 4 ફાયર ફાઇટર્સે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પણ વિસ્તારમાં આગની ઘટનાથી નાસ ભાગ મચી ગઈ હતી. જોકે આ ઘટના મોડી રાતે બની હતી જેના કારણે આ ઘટનામાં હજી સુધી જાનહાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધબારણે ગુપ્ત મીટિંગનું જાણો સત્ય