અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ છે, FAKE કોલ આવતા તંત્ર દોડતું

Text To Speech

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જીવતો બોમ્બ હોવાનો ફેક કોલ આવ્યો હતો. આ સમાચાર મળતા અમદાવાદ સહિત રાજ્ય પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી.

બોમ્બ મળ્યાનો FAKE કોલ

અમદાવાદ-ઉદયપુર ફ્લાઈટમાં જીવતો બોમ્બ હોવાનો કોલ એક મુસાફરે કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે- અમદાવાદ-ઉદયપુર ફ્લાઈટમાં બોમ્બ છે હું મુસાફરી કેમ કરું ?

FAKE કોલ કરનારની અટકાયત

બસ, આટલો ફોન આવતા જ ફ્લાઈટમાં બેસેલા મુસાફરોને ઉતારી BDDS સહિત ટીમની મદદ લઈને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં કોઈ પણ બોમ્બ ન હોવાનું અને ફોન કોલ ફેઈક હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફેક કોલ કરનારની એરપોર્ટ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button