ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં પરિણીતાના પોર્ન વીડિયો કેસમાં મોટો ખુલાસો થયો

  • સાયબર ક્રાઈમે હોટલ મેનેજરનું નોંધ્યું નિવેદન
  • હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હતી: હોટલ મેનેજર
  • હોટલ મેનેજરને સરકારી સાક્ષી બનાવાશે

રાજકોટમાં પરિણીતાના પોર્ન વીડિયો કેસમાં મોટો ખુલાસો છે. જેમાં સાયબર ક્રાઈમે હોટલ મેનેજરનું નિવેદન નોંધ્યું છે. તેમાં હોટલ મેનેજરે જણાવ્યું છે કે હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હતી. તેથી હોટલ મેનેજરને સરકારી સાક્ષી બનાવાશે. તેમજ હોટલના રૂમમાં સસરાએ થેરાપી રૂમ તૈયાર કર્યો હતો.

આ પણ વાંચો: શ્રાવણ મહિનાની શરૂવાત મોંઘવારીનો માર પડ્યો, જાણો કેટલા વધ્યા ફ્રૂટના ભાવ

થેરાપી રૂમમાં વજન ઘટાડવા ટ્રીટમેન્ટ ચાલતી હોવાનો દાવો

થેરાપી રૂમમાં વજન ઘટાડવા ટ્રીટમેન્ટ ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ પુત્રવધૂને નગ્ન ડાન્સ કરાવી વીડિયો બનાવ્યા હતા. રાજકોટ શહેરમાં સાસુ-સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વીડિયો ઉતારવાના કેસમાં હવે સાયબર ક્રાઇમ દ્વારા હોટેલ મેનેજરનું નિવેદન લેતા ચકચાર મચી છે. હોટલ મેનેજરે હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હોવાનું નિવેદન તથા ખુદ હોટેલના માલીક સામે મેનેજરે પોલીસ તપાસમાં વટાણા વેરી દીધા છે.

આ પણ વાંચો: ગુજરાત: ફરજ પર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા કર્મચારીઓ પર DGPએ કરી લાલ આંખ 

પરિણીતાના સસરાએ મસાજ પાર્લર બનાવ્યું હતું

પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ હોટેલ મેનેજરનું નિવેદન નોંધી આરોપીઓ સામે હોટેલ મેનેજરને સરકારી સાક્ષી બનાવશે. રાજકોટમાં પરિણીતાના પોર્ન વીડિયો કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતો. જેમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું છે કે પરિણીતાના સસરાએ મસાજ પાર્લર બનાવ્યું હતું. સસરાએ મસાજ પાર્લરમાં પણ વેબ કેમેરા લગાવ્યા હતા. મસાજ પાર્લરમાં પણ પરિણીતાના અભદ્ર વીડિયો બનાવ્યા હતા. તથા પુત્રવધૂને નગ્ન ડાન્સ કરાવી વીડિયો બનાવ્યા હતા. તેમજ ઓનલાઇન ઓર્ડર કરી સસરાએ સેક્સ ટોઇઝ મંગાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી

સસરો ન કરવાનું દીકરી સમાન પુત્રવધુ પાસે કામ કરાવતો

સસરો ન કરવાનું દીકરી સમાન પુત્રવધુ પાસે કામ કરાવતો હતો. જે રૂમમાં મસાજ પાર્લર તૈયાર કર્યું ત્યાં એક વેબ કેમેરો પણ મુકવામાં આવ્યો હતો. પોર્નસાઈડ પર મુકવા પુત્રવધુ પાસે નગ્ન ડાન્સ પણ કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે. સસરો રાત્રે બે બે કલાક પુત્રવધુ પાસે નગ્ન ડાન્સ કારવાતો હતો. સેક્સ ટોઇઝ સસરા દ્વારા ઓનલાઈન મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું છે.

Back to top button