ટ્રાવેલનેશનલ

મહારાષ્ટ્રના રાજકારણમાં વળાંક આવી શકે છે, રવી રાણાએ કર્યો મોટો દાવો

Text To Speech
  • દેશના વિકાસ માટે શરદ પવાર પીએમ મોદીનું સમર્થન કરે તે મહત્વનું છે: રવી રાણા
  • મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો છે કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ચમત્કાર થશે. શરદ પવાર ભાજપને સાથે આપી શકે છે અને તેના કારણે અજિત પવાર રાજ્યના સીએમ બની શકે છે.

મહારાષ્ટ્ર રાજકારણ: આગામી 15-20 દિવસમાં મહારાષ્ટ્રમાં મોટો ચમત્કાર થશે. અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો છે કે શરદ પવાર ભાજપનો સાથ આપી શકે છે અને પછી અજિત પવારને મુખ્યમંત્રી પદ મળી શકે છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે શરદ પવાર પીએમ મોદીનું સમર્થન કરે તે મહત્વનું છે. તેમણે કહ્યું કે શરદ પવારના આગમનની સાથે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી એક મજબૂત સરકાર જોવા મળશે.

અપક્ષ ધારાસભ્ય રવિ રાણા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. તેમની પત્ની નવનીત રવિ રાણા અમરાવતી લોકસભા બેઠક પરથી સાંસદ છે. રવિ રાણાએ કહ્યું કે હું છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ગણેશ પૂજા પંડાલમાં ગયો છું. આ દરમિયાન મેં ભગવાનને પ્રાર્થના કરી કે શરદ પવાર દેશના વિકાસ માટે નરેન્દ્ર મોદીને સાથ આપે. તેમણે કહ્યું કે આ ચમત્કાર 15 થી 20 દિવસમાં થશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જો શરદ પવાર BJP સાથે જોડાય તો અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે.

રાજકારણમાં કંઈ પણ શક્ય છે: રવી રાણા

તેમણે કહ્યું કે રાજકારણમાં કંઈ પણ શક્ય છે. દેવેન્દ્ર ફડણવીસ સીએમ હતા અને તેઓ ડેપ્યુટી સીએમ બન્યા. અજિત પવાર વિપક્ષના નેતા હતા અને નાયબ મુખ્યમંત્રી બન્યા છે. એકનાથ શિંદે શહેરી વિકાસ મંત્રી હતા, પરંતુ અત્યારે મુખ્યમંત્રી બન્યા છે. તેથી, અજિત પવાર મુખ્યમંત્રી બને તે કોઈ મોટી વાત નથી. જો આગામી 15 દિવસમાં શરદ પવાર BJPનો સાથે આપે તો અજિત પવાર મુખ્યમંત્રી બની શકે છે.

આ પણ વાંચો: વિશ્વવિખ્યાત લંડન બ્રિજમાં સર્જાઈ ટેકનિકલ ખામી, હજારો અટવાયા

Back to top button