ભારત અને પાકિસ્તાન મેચની તારીખમાં થઇ શકે છે ફેરફાર,ICC કરી BCCIને વિચાર કરવાની ભલામણ
India vs Pakistan : ભારત અને પાકિસ્તાનને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ચાહકો અત્યારથી જ હોટલ બુક કરાવી લીધી છે.ત્યારે હવે ભારત અને પાકિસ્તાન મેચને લઈને હવે મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે હવે આ મેચની તારીખોમાં ચેન્જ થઇ શકે છે.આ તારીખ બદલવાનું મુખ્ય કારણ પણ તમે વિચરતા હશો કે કેમ આવું..? નવરાત્રિ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ભારત અને પાકિસ્તાન મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રમાશે.આવી પરીસ્થિતિમાં iccએ આ અંગે વિચાર કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે.
15 ઓક્ટોમ્બરે રમાવાની હતીં આ મેચ
ભારત અને પાકિસ્તાન મેચ એ 15 ઓક્ટોમ્બરે રમાવાની હતી.પરતું હવે આ મેચને લઈને હવે iccએ ફરી વિચાર કરવાની સલાહ આપી છે.
ક્રિકેટપ્રેમીઓ માટે ઉભી થઇ શકે છે મુશ્કેલીઓ
આ મેચને લઈને નાના થી લઇને મોટા પણ આ મેચને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે જે ક્રિકેટપ્રેમીઓ મેચની તારીખના બદલાવને લઈને તેમને પણ મુશ્કેલી પડી શકે છે જયારે હવે બીજી બાજુ આ મેચના તારીખ બદલાય તે પહેલા જ હાઈ વોલ્ટેજ મેચ ની trpની રાહ જોઈ રહેલા બ્રોડકાસ્ટર માટે પણ મુશ્કેલીઓ ઉભી થઇ છે.
India vs Pakistan match in World Cup is likely to be rescheduled due to the first day of Navaratri. [The Indian Express] pic.twitter.com/fhaStxdeNE
— Johns. (@CricCrazyJohns) July 26, 2023
Bcci કરી શકે છે ટુક સમયમાં નિર્ણય
BCCIના એક ટોચના અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં નિર્ણય લેશે. તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે નવરાત્રિ દરમિયાન ભારત-પાકિસ્તાન જેવી હાઈપ્રોફાઈલ મેચ ટાળવી જોઈએ.
ગયા મહીને જ જાહેર થયું હતું શેડ્યુલ
આ વર્લ્ડ કપ મેચને લઈને Bcciએ ગયા મહીને જ શેડ્યુલ જાહેર કર્યું હતું,અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને પાકિસ્તાન મેચ ઉપરાંત ન્યુઝીલેન્ડ,ઈંગલેન્ડ અને ઔસ્ટ્રેલીયા અને ફાઈનલ મેચ પણ આ સ્ટેડીયમમાં રમાવાની છે.
બેઠકમાં થઇ શકે છે નિર્ણય
ભારત અને પાકિસ્તાન મેચના તારીખ બદલાવ ને લઈને Bcciની મળનારી આગામી બેઠક 27મી જુલાઈએ થઇ શકે છે . આ મેચને આ Bcci સેક્રેટરી જય શાહએ આયોજન કરતા તમામ ને આ દિલ્હીમાં યોજાનારી આ બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠકમાં મેચને લઈને નવી તારીખ પણ નક્કી થઇ શકે છે.
આ પણ વાંચો : વસીમ જાફરે જાહેર કરી પોતાની World Cup 2023 માટે ટીમ; વિરાટને બદલે રોહિતને આપી મોટી જવાબદારી