

માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાહુલ ગાંધીને 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા તેમને સેશન્સ કોર્ટના આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખ્યો હતો.જેથી રાહુલ ગાંધીની સજા મોકૂફીનો નિર્ણય હવે ઉનાળા વેકેશન બાદ આવી શકે છે.
જાણો રાહુલ ગાંધીના વકીલે શું કરી દલીલ
રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે ડિફેમેશનનો ગુનો સિરિયસ કેસ છે કે જામીન પાત્ર ગુનો એ ચર્ચાનો વિષય છે. રાહુલ ગાંધી સામે ગંભીર ગુનો નથી, જામીનપાત્ર ગુનો છે. રાહુલ ગાંધી સામે કોઈ એન્ટિ સોશિયલ એક્ટિવિટીનો પણ આરોપ નથી. આ સાથે રાહુલ ગાંધીના વકીલે એમ પણ દલીલ કરી હતી કે લોકસભાની મુદત હવે પૂર્ણ થવા પર છે. અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેથી જો રાહુલ ગાંધીની સજા પર સ્ટે નહી આવે તો તેને અનેક નુકસાન થઈ શકે છે. તેમજ રાહુલ ગાંધી અનેક કમિટીનાં સભ્ય છે. અને તેઓ ભાગ નહિ લઈ શકે. પ્રજાનાં અવાજને યોગ્ય ન્યાય આપી શકે નહીં”
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મંગાવ્યા
હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખ્યો હતો.જેથી રાહુલ ગાંધીની સજા મોકૂફીનો નિર્ણય હવે ઉનાળા વેકેશન બાદ આવી શકે છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટએ રાહુલ ગાંધીની અરજી એડમીટ કરી છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મંગાવ્યા છે. રાહુલ ગાંધીનાં વકીલે પણ રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
આ પણ વાંચો : તોડ કાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ મળ્યા પુરાવા, જાણો તોડ કાંડના રુપિયાનું શું કર્યું ?