દિવાળી પછી કોઈ પડતર દિવસ નથી! મૂહુર્તો વિશે જ્યોતિષ શું કહે છે, જૂઓ
Diwali 2023 : વર્ષના સૌથી મોટા તહેવાર આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તહેવારો દરમિયાન પૂજાવિધિ તથા શુભ મૂહુર્તોની તિથિ અને સમય અંગે અલગ અલગ મત જોવા મળે છે. આમ તો એક વર્ષ પહેલાં તૈયાર થઈ જતા પંચાંગ અનુસાર તિથિ અને મૂહુર્તો વિશે વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ જોવા મળે જ છે, જેમાં દિવાળીથી છેક લાંભ પાંચમ સુધીના મૂહુર્ત વિશે અલગ અલગ અભિપ્રાય છે. જોકે, આ બાબતે જ્યોતિષી અને લેખક ડૉ. મૌલી આશિષ રાવલ અલગ અભિપ્રાય ધરાવે છે. તેમના મતે આ વર્ષે દિવાળી પછી કોઈ પડતર દિવસ નથી. તે ઉપરાંત ધર્મપ્રેમી લોકો માટેનાં મૂહુર્તો વિશે પણ તેમણે વિગતવાર જાણકારી આપી છે. તો આવો જાણીએ મૌલીબેન શું કહે છે તે
ધનતેરસ – ૧૧/૧૧/૨૦૨૩ શનિવાર
મૂહુર્ત : ધન પૂજન, કુબેર પૂજન, લક્ષ્મી પૂજન, તેમજ ચોપડા પૂજન કરવું જોઈએ
૧૨:૦૧ થી ૧૨:૪૬ અભિજિત મૂહુર્ત
૦૫:૫૫ થી ૦૭:૩૨ સાંજે
૦૯:૧૦ થી ૧૨:૨૪ રાત્રે
કાળી ચૌદશ – ૧૨/૧૧/૨૦૨૩ રવિવાર
મૂહુર્ત:- સાધકો માટે પૂજા મૂહુર્ત
૦૫:૫૫ થી ૧૦:૪૭માં સાધકો પોતાની વ્યક્તિગત સાધના તેમજ મા કાલીની પૂજા કરવાની શરૂ કરે.
દિવાળી – ૧૩/૧૧/૨૦૨૩ સોમવાર
મૂહુર્ત:- ચોપડા પૂજન, ધન અને લક્ષ્મી પૂજન
૦૬:૫૩ થી ૦૮:૧૫ સવારે
૦૯:૩૮ થી ૧૧:૦૧ સવારે
૦૩:૦૯ થી ૦૭:૩૨ બપોરે
૧૦:૪૭ થી ૧૨:૨૪ રાત્રિ
ઉપર જણાવેલાં મૂહુર્તમાં આપ ચોપડા પૂજન, ધન અને લક્ષ્મી પૂજન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.
બેસતું વર્ષ – ૧૪/૧૧/૨૦૨૩ મંગળવાર
મૂહુર્ત : સવારે ૦૯:૩૮ થી ૦૧:૪૬ બપોર સુધી
૦૩:૦૯ થી ૦૪:૩૨ સુધી
ભાઈબીજ -૧૫/૧૧/૨૦૨૩ બુધવાર
આ દિવસ ચોખ્ખો હોવાથી ભાઈબીજની ઉજવણી કરી શકાય છે. શાસ્ત્રોમાં બુધવારે કોઈ પણ કાર્ય કરીએ તો બે વાર થાય એ ન્યાયે આપ ફરીથી ભાઈ બહેન મળી શકો છો.
આ પણ વાંચો :પાલનપુર : સુરક્ષા સાથે દિવાળીનો તહેવાર ઉજવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની અપીલ