- આંકડા કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગે જાહેર કર્યા
- પાડોશી રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્રોની સંખ્યા વધારે
- ગુજરાતમાં 53,029 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે
ગુજરાતની 2,296 આંગણવાડીઓમાં હજુ સુધી પીવાનું પાણી પહોંચ્યું જ નથી. તથા 1564 કેન્દ્રોમાં શૌચાલયના ઠેકાણાં નથી તેવી સરકારની કબૂલાત છે. તેમજ ગુજરાત કરતાં ત્રણ પાડોશી રાજ્યોમાં આંગણવાડી કેન્દ્રની સંખ્યા વધુ છે. તથા સરકારી રિપોર્ટ પ્રમાણે દેશમાં કુલ 13.89 લાખ આંગણવાડી કેન્દ્રો છે.
આ પણ વાંચો: કુખ્યાત બુટલેગરને ભારત લાવવામાં ગુજરાત પોલીસે દુબઇમાં કાચુ કાપ્યું
આ આંકડા કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગે તાજેતરમાં જ જાહેર કર્યા
ગુજરાતમાં 53,029 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જે પૈકી 2,296 જેટલા આંગણવાડી કેન્દ્ર એવા છે જ્યાં પીવાના પાણીની સવલત પણ નથી, આવા કેન્દ્રો પર બાળકોને ઘરેથી પીવાનું પાણી લાવવું પડે છે, એ જ રીતે 1,564 આંગણવાડી કેન્દ્રો એવા છે જ્યાં શૌચાલયની સુવિધા જ નથી. જૂન 2021ની સ્થિતિના આ આંકડા કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગે તાજેતરમાં જ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: ખેડૂતો સરકારી વીજળીથી હેરાન, અપૂરતાં લોડથી બિનઉપયોગી
સરકારી પાકા આંગણવાડી કેન્દ્રોની સંખ્યા 46,104
ગુજરાતમાં 53,029 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જે પૈકી સરકારી પાકા આંગણવાડી કેન્દ્રોની સંખ્યા 46,104 છે, આમ બાકીના 6925 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનોમાં ધમધમે છે. પીવાના પાણીની સુવિધા હોય તેવા 50,733 આંગણવાડી કેન્દ્રો આવેલા છે જ્યારે 51,465 કેન્દ્રોમાં શૌચાલયની સવલત ધરાવે છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, 31મી માર્ચ 2022ની સ્થિતિએ ગુજરાતના 53,029 કેન્દ્રોમાં 50 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને 46 હજારથી વધુ સહાયક ફરજ બજાવે છે.
આ પણ વાંચો: PACના અધ્યક્ષનું પદ કોંગ્રેસને નહીં મળે, જાણો શું રમાશે રમત
પાડોશી રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્રોની સંખ્યા વધારે
ગુજરાત કરતાં પાડોશી રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્રોની સંખ્યા વધારે છે, ત્યાં 61,625 કેન્દ્રો છે, જે પૈકી 51 હજારથી વધુ પાકા કેન્દ્રો સરકારી માલિકીના છે, 48,949માં પીવાના પાણીની અને 32,527 કેન્દ્રમાં શૌચાલયની સવલત છે, એ જ રીતે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ ગુજરાત કરતાં વધુ સંખ્યામાં આંગણવાડી કેન્દ્રો આવેલા છે, મહારાષ્ટ્રમાં 1,09,832 અને મધ્યપ્રદેશમાં 97,135 કેન્દ્રો આવેલા છે. મધ્ય પ્રદેશમાં 91,950 કેન્દ્રોમાં પીવાના પાણીની અને 94,018 કેન્દ્રોમાં શૌચાલયની સવલત છે, મહારાષ્ટ્રમાં 82,617 આંગણવાડી કેન્દ્રોમાં પાણીની અને 56,336 કેન્દ્રોમાં શૌચાલયની સવલત છે. આ સરકારી રિપોર્ટ પ્રમાણે દેશમાં કુલ 13.89 લાખ આંગણવાડી કેન્દ્રો છે, જે પૈકી 12.23 લાખ કેન્દ્રોમાં પીવાના પાણી માટેની અને 11.01 લાખ કેન્દ્રોમાં શૌચાલય ઉપલબ્ધ છે.