અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર, જાણો કોને કેટલુું મળશે બોનસ

Text To Speech

ગુજરાત સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના નાંણા વિભાગે ઠરાવ બહાર પાડયો છે જેમાં વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સળંગ 6 મહિનાની નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસ લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવાનો નિર્ણય કર્યો છે.

વર્ગ 4 ના કર્મચારીઓને 3500 રુ. ચુકવામાં આવશે.

મહત્ત્વની વાત એ છે કે હવે દિવાળી નજીક આવી રહી છે. ત્યારે સરકારની બોનસ વધારવાની જાહેરાત બાદ વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે જ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા છે. જે બાદ રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને પણ બોનસના રુ. 3500 આપવાની પણ જાહેરાત કરી છે.

અન્ય સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર

કર્મચારીઓનો ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દર મહિનાની તા. 1 ,2 ના થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં જમાં કરાવવામાં આવશે. છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ આ લાભ મળશે. ત્યારે આ મુદ્દે સરકાર દ્વારા તે પણ જણાવામાં આવ્યું હતુ કે પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીને એડવાન્સમાં આપવામાં આવશે.

આ પણ વાંચો:ભાજપ ગૌરવ યાત્રાનો પ્રારંભ: તર્ક-વિતર્ક વચ્ચે આખરે હાર્દિક પણ હાજર, રાજકીય અધ્યક્ષે કરાવ્યો શુભારંભ 

Back to top button