ટ્રેન્ડિંગનેશનલ

100 કરોડની માગણીના પુરાવા છેઃ ED, 100 કરોડના 1100 કરોડ કેવી રીતે બન્યાઃ કોર્ટનો સવાલ

નવી દિલ્હી, 07 મે 2024: સુપ્રીમ કોર્ટ દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી ચાલુ છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સુનાવણી કરી રહી છે. તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે EDને કહ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર વિચાર કરી શકે છે. કેજરીવાલ લોકસભા ચૂંટણીના બાકીના તબક્કા દરમિયાન પ્રચાર કરી શકશે કે કેમ તે કાર્યવાહીના પરિણામ પર નિર્ભર રહેશે.

સુપ્રીમ કોર્ટમાં EDને જસ્ટિસ ખન્નાના સવાલ

અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ED વતી હાજર રહેલા ASG SV રાજુએ પોતાની દલીલો રજૂ કરી. ASG રાજુએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે મનીષ સિસોદિયાના જામીન રદ થયા બાદ 1100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ છે. ઈડીના વકીલે એમ પણ કહ્યું કે, કેજરીવાલે 100 કરોડની માગણી કરી હતી તેના પુરાવા અમારી પાસે છે. તેના પર જસ્ટિસ ખન્નાએ પૂછ્યું કે ગુનાની આવક એટલે કે 100 કરોડ રૂપિયા 2-3 વર્ષમાં 1100 કરોડ રૂપિયા કેવી રીતે થઈ. તેના જવાબમાં ASG રાજુએ કહ્યું કે, 590 કરોડ રૂપિયા જથ્થાબંધ વેપારીનો નફો છે. જેના કારણે દારૂની કંપનીઓને 900 કરોડ રૂપિયાનો નફો થયો. આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તફાવત લગભગ 338 કરોડ રૂપિયા હતો અને આ આખી વાત ગુનાની આવક ન હોઈ શકે.

કોર્ટે ED પાસેથી કેજરીવાલની કેસ ડાયરી માંગી

ED વતી એએસજી રાજુએ કહ્યું કે જ્યારે અમે તપાસ શરૂ કરી ત્યારે અમારી તપાસ સીધી કેજરીવાલ વિરુદ્ધ નહોતી. તપાસ દરમિયાન તેમની ભૂમિકા સામે આવી. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ EDને પૂછ્યું કે આ કેસમાં સરકારી અધિકારીની પહેલી ધરપકડ ક્યારે થઈ? ધરપકડની તારીખ શું છે? તે એક્ઝિક્યુટિવ હોય કે બ્યુરોક્રેટ… આના પર એએસજી રાજુએ ED વતી જવાબ આપ્યો કે ધરપકડ 9 માર્ચે કરવામાં આવી હતી. આ પછી જસ્ટિસ ખન્નાએ એએસજી રાજુની દલીલો પર સવાલ ઉઠાવ્યો હતો કે તમે નિવેદનોને ટાંકીને જે કહી રહ્યા છો તે કદાચ તમારી કલ્પના હોઈ શકે છે. આના પર રાજુએ કહ્યું કે અમે આ નિવેદનોના આધારે અમારી તપાસ આગળ વધારી રહ્યા છીએ. તેમાં અમને સફળતા પણ મળી રહી છે.

આ ઉપરાંત, કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી તમામ કેસની ફાઇલો માંગી છે. સુપ્રીમ કોર્ટે ED પાસેથી ત્રણ મહત્વપૂર્ણ કેસની નોંધ લેવા માટે કહ્યું છે. જેમાં આરોપી શરત રેડ્ડીની ધરપકડ અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન, ધરપકડ પહેલા અને પછી મનીષ સિસોદિયાની ફાઇલ અને અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલાની ફાઇલ માંગવામાં આવી છે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલની વધશે મુશ્કેલી, આતંકવાદી સંગઠન પાસેથી ફંડિંગ લેવાનો આરોપ, NIA તપાસની ભલામણ

Back to top button