હેલ્થ

કમળના આ ભાગમાં છે સ્વાસ્થ્યનો ખજાનો, 4 બીમારીઓ જડથી થશે ગાયબ

Text To Speech

કમળ કાકડી એ ફાઇબર અને પ્રોટીનનું મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેની સાથે તેના અનેક વિટામિન્સ અને ખનીજ તત્વોનો ભંડાર છે. કમળના મૂળને કમળ કાકડી કહેવામાં આવે છે. તેને ‘ધ સીક્રેટ લોટસ’ નામથી પણ ઓળખવામાં આવે છે. જો કે સામાન્ય રીતે લોકોને તેના ફાયદા અને તેના સેવનની રીત વિશે માહિતી હોતી નથી. આપણા રાષ્ટ્રીય ફૂલ કમળના મૂળમાં સ્વાસ્થ્યનો ખજાનો છે. પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ ઔષધી તરીકે થતો હતો. કમળ કાકડી એ ફાઇબર અને પ્રોટીનનું મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેની સાથે તેના અનેક વિટામિન્સ અને ખનીજ તત્વોનો ભંડાર છે. કમળ કાકડી એનિમિયાથી લઇને બ્લડ પ્રેશર સંબંધિત બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.જો કે મોટાભાગના લોકોને તેના ફાયદા વિશે જાણ હોતી નથી.

પૌરાણિક સમયમાં કમળ કકડીનો ઉપયોગ ઔષધીના રૂપે થતો હતો. તમે કમળના મૂળમાંથી ચિપ્સ, સૂપ, ચા જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. કમળ કાકડીના ઔષધીય ગુણો ’50 દેશી સુપર ડ્રિન્ક્સ’ના લેખક અને સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટએ શેર કર્યા છે. તેમણે કહ્યું કે કમળના મૂળ, જેને હિન્દીમાં કમલ કકડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બહુમુખી શાક છે. તેના સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ છે. તે સિવાય પણ તે આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે તેવા શક્તિશાળી પોષક તત્વોનું સંપૂર્ણ પેકેજ છે.

કમળ કાકડીમાં રહેલા પોષક તત્વો : કમળ કાકડીમાં વિટામીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કોપર, આયર્ન, મેંગેનીઝ તેમજ થિયામીન, પેન્ટોથેનિક એસિડ, ઝિંક, વિટામિન-બી/6, વિટામિન-સી મળી આવે છે. આ સિવાય કમળ કાકડી એ ફાઈબર અને પ્રોટીનનો મહત્વનો સ્ત્રોત છે.

પાચનમાં કરે છે મદદ : કમળ કાકડીના મૂળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તે મળ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે. તેના મૂળમાં રહેલા પોષક તત્ત્વો કબજિયાત, પાચન સંબંધી વિકૃતિઓ અને ગેસ્ટ્રિક રસના સ્ત્રાવને અટકાવે છે અને તેમાં રહેલા પોષક તત્ત્વોના શોષણને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરે છે.

એનિમિયાનું જોખમ ઓછું કરે છે : કમળના મૂળમાં કોપર અને આયર્નના મહત્વપૂર્ણ તત્વો રહેલા છે. આ તત્વ રેડ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ એનીમિયાના લક્ષણોના વિકાસનું જોખમ ઓછું કરે છે અને બ્લો ફ્લો સુધારે છે. સાથે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ કરવામાં મદદ મળે છે અને શરીરમાં ઓક્સિજન વધારે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે : કમળના મૂળમાં જોવા મળતું પોટેશિયમ શરીરમાં ફ્લૂઇડ વચ્ચે યોગ્ય સંતુલન સુનિશ્ચિત કરે છે. પોટેશિયમ એ વેસોડિલેટર છે એટલે કે તે રક્ત વાહિનીઓને આરામ આપે છે અને સંકુચિતતા અને જડતા ઘટાડીને બ્લડ ફ્લોમાં વધારો કરે છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પરના સ્ટ્રેસને પણ ઘટાડે છે.

મૂડને સુધારવાનું કામ કરે છે : વિટામિન-બી કોમ્પ્લેક્સના તત્વોમાં એક પાઇરિડોક્સિન હોય છે. તે મગજમાં નર્વ રીસેપ્ટર્સ સાથે સીધો સંપર્ક કરે છે જે મૂડ અને માનસિક સ્થિતિને પ્રભાવિત કરવા માટે કામ કરે છે. તે ચીડિયાપણું, માથાનો દુખાવો અને સ્ટ્રેસના લેવલને પણ નિયંત્રિત કરે છે.

Back to top button