ગુજરાતમાં રોડ અકસ્માતની સંખ્યામાં સતત વધારો, પણ મોડી રાત્રે થતા હોવાની માન્યતા ખોટી
- અકસ્માતોમાં બીજા નંબરે સૌથી વધુ અકસ્માતો રહેણાંક વિસ્તારમાં
- રાજ્યમાં 2022માં 16549 લોકોએ જીવ ગૂમાવ્યો હતો
- 6556 લોકોનો જીવ લેનાર ઓવરસ્પીડ પર અંકુશ જરૂરી
ગુજરાતમાં રોડ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થયો છે. જેમાં મોડી રાત્રે અકસ્માત થતા હોવાની માન્યતા ખોટી છે. ટુ વ્હીલર પર મુસાફરી કરતા લોકોના વાહન અકસ્માતમાં વધુ મોત થતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ પગપાળા જતા 1,365ના લોકોના અકસ્માતમાં મોત થયા છે. તેમજ 6556 લોકોનો જીવ લેનાર ઓવરસ્પીડ પર અંકુશ જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરતમાં સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાળ, દર્દીઓની મુશ્કેલીમાં વધારો
રાજ્યમાં 2022માં 16549 લોકોએ જીવ ગૂમાવ્યો હતો
રાજ્યમાં કુલ 15,777 રોડ અકસ્માતમાંથી કયા સમયે કેટલા અકસ્માત થયા તેની વિગતો સામે આવી છે. જેમાં દેશમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી હોવાને કારણે સરકારી તંત્ર તેમજ પોલીસ દ્વારા તેણે નિયંત્રણમાં લાવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ રોડ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 2022માં 16549 લોકોએ જીવ ગૂમાવ્યો હતો. રાજ્યમાં થઈ રહેલા અકસ્માતમાં 45 ટકા મોત તો ટુ વ્હીલર પર મુસાફરી કરતા વાહન ચાલકોના થયા છે. મોડી રાત્રે અકસ્માત વધુ થતા હોવાની માન્યતાને પણ ખોટી પાડતા આંકડા સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના રીપોર્ટમાં છે. જે મુજબ સવારે 9થી રાત્રીના 9 દરમિયાન થતા અકસ્માતની ટકાવારી 65 ટકા છે. આમ મોડી રાત્રી, મધરાત્રી કે વહેલી પરોઢે થતા અકસ્માતની સંખ્યા ઓછી છે.
રાજ્યમાં કુલ અકસ્માતોમાં બીજા નંબરે સૌથી વધુ અકસ્માતો રહેણાંક વિસ્તારમાં થયા
પગપાળા પસાર થતા 1365 લોકોએ જીવ ગૂમાવ્યો તેમજ ઓવર સ્પીડને કારણે 6556 લોકોના મોત થયાની વિગતો ખુલી છે. આમ, ઓવર સ્પીડ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું 75 લોકોના મોત થયાનો ઘટસ્ફોટ થતા તેની પર એક્શન લેવા જરૂરી હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાનું જોવા મળી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના રિપોર્ટ મુજબ રાજ્યમાં 2021માં 15771 ઘટના અકસ્માતની બની જેમાં 15200 રોડ અકસ્માત તેમજ 571 રેલ અકસ્માતના બનાવો હતા. આ આંકડો 2022માં વધીને 16549 થયો જેમાં રોડ અકસ્માતના 15777 બનાવો જેમાં 7634 લોકોનો મોત થયા તેમજ રેલ અકસ્માતના 772 બનાવોમાં 783 લોકોના મોત થયા જેમાં 6 મોતના બનાવો રેલવે ક્રોસીંગ પર બન્યા છે. અકસ્માતની ઘટના પાછળના કારણો જોવા જોઈએ તો ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના કારણે 6556 લોકો નશો કરીને વાહન ચલાવવાના કારણે 21 અને ખરાબ હવામાનને કારણે અકસ્માતમાં 352 લોકોએ જીવ ગૂમાવ્યો છે. રાજ્યમાં કુલ અકસ્માતોમાં બીજા નંબરે સૌથી વધુ અકસ્માતો રહેણાંક વિસ્તારમાં થતા હોવાનું અને તેના કારણે અનેક લોકોએ જીવ ગૂમાવ્યાના દાખલા છે.