ટ્રેન્ડિંગધર્મ

હનુમાન જયંતી પર છે વિશેષ યોગ, આ રીતે કરો બજરંગબલીને પ્રસન્ન

  • આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો, તેથી આ દિવસે બજરંગીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે.

અંજની પુત્ર હનુમાન ભગવાન ભોલેનાથનો રુદ્ર અવતાર છે. હનુમાનજીને સીતા માતાએ અમરત્વનું વરદાન આપ્યું હતું, તેથી કહેવાય છે કે કળયુગમાં હનુમાનજી આજે પણ જીવિત છે. આજ કારણથી હનુમાનજીને જીવતો દેવ કહેવાય છે. જો સાચા મનથી તેમની ભક્તિ કરવામાં આવે તો તમામ દુઃખ દર્દ દૂર થાય છે.

હનુમાનજી રામના ભક્ત છે અને તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર પૂર્ણિમા પર હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતીને ખૂબ ખાસ માનવામાં આવે છે, કેમ કે તે દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દરમિયાન બજરંગબલીની પૂજાનું બેગણુ ફળ મળશે. જાણીએ હનુમાન જયંતિના શુભ યોગ અને મુહૂર્ત

હનુમાન જયંતીના શુભ યોગ

આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો, તેથી આ દિવસે બજરંગીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ જ કારણ છે કે આ વખતે હનુમાન જયંતીનું મહત્ત્વ વધી ગયું છે. આ સાથે હનુમાન જયંતી પર મીન રાશિમાં પંચગ્રહી યોગ બનશે. સાથે મેષ રાશિમાં બુધાદિત્ય રાજયોગ, કુંભ રાશિમાં શનિ શશ રાજયોગનો સંયોગ જોવા મળશે. આ ખાસ યોગમાં કરેલી હનુમાનજીની પૂજા સફળ થશે.

હનુમાનજી કેવી રીતે પ્રસન્ન થશે?

હનુમાનજી સરળતાથી પ્રસન્ન થતા દેવ છે. તેમની પૂજા પણ બહુ સામાન્ય હોય છે. હનુમાનજીને સિંદુર, તેલ, આંકડાના ફૂલ ચડાવીને પ્રસન્ન કરી શકાય છે. તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવું કહેવાય છે કે જ્યાં પણ હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રામાયણનો પાઠ કરવામાં આવે છે ત્યાં બજરંગબલી વાયુના રૂપમાં હાજર હોય છે. આ દિવસે ગરીબોમાં ભોજન વહેંચવામાં આવે તો પણ હનુમાનજી પ્રસન્ન થાય છે.

હનુમાન જયંતિ પર બની રહ્યો છે વિશેષ સંયોગ, આ રીતે કરો બજરંગબલીને પ્રસન્ન hum dekhenge news

હનુમાન જન્મજયંતીનો શુભ સમય

ચૈત્ર પૂર્ણિમા તિથિનો પ્રારંભ

23 એપ્રિલ 2024, સવારે 03.25 કલાકે

ચૈત્ર પૂર્ણિમા તિથિ સમાપ્ત

24 એપ્રિલ 2024, સવારે 05.18 કલાકે

હનુમાન પૂજાનો સમય

સવારે 09.03 થી બપોરે 01.58
રાતે 08.14 થી 09.35

હનુમાનજીના મંત્ર

કહેવાય છે કે મંત્રોમાં ઘણી શક્તિ હોય છે. હનુમાનજી પોતે પણ દરેક સમયે રામ નામનો જપ કરે છે. તેથી, જો તમે શ્રીરામ અને હનુમાનજીના આશીર્વાદ મેળવવા માંગતા હો, તો ખાસ કરીને હનુમાન જયંતી પર આ મંત્રોનો જાપ કરો.

  • ऊँ हनुमते नमः
  • ॐ अन्जनिसुताय विद्मिहे महाबलाय धीमहि तन्नो: मारुति: प्रचोदयात
  • ॐ ऐं भ्रीम हनुमते, श्री राम दूताय नमः
  • ॐ रामदूताय विद्मिहे कपिराजाय धीमहि तन्नो: मारुति: प्रचोदयात
  • ॐ आंजनेयाय विद्मिहे वायुपुत्राय धीमहि तन्नो: हनुमान: प्रचोदयात

આ પણ વાંચોઃ શું PM મોદી ત્રીજી ટર્મ માટે વાપસી કરશે? શું કહે છે અલગ અલગ ઓપિનિયન પોલ? જાણો

Back to top button