દોઢ લાખ ભાડું આપ્યા પછી પણ 23 લોકો સાથે રહેવું પડે એવી સ્થિતિ છે આ શહેરમાં…
- આ શહેર દરેક લોકોના સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની તક આપે છે, જેની કારણે દરેકની છુપી ઈચ્છા હોય છે કે તેને આ શહેરમાં રહેવાની તક મળી જાય
ન્યૂયોર્ક, 7 સપ્ટેમ્બર: હડસન નદીના કિનારે વસેલા ન્યૂયોર્કને ‘સિટી ઓફ હોપ’ કહેવામાં આવે છે. અહીંની તકો અને શક્યતાઓ દરેકને આકર્ષે છે. તમે કારકિર્દી બનાવવાનું સપનું જોતા હોવ, કલાની દુનિયામાં પોતાનું નામ બનાવવા માંગતા હોવ અથવા વ્યવસાયમાં સફળતાની ઊંચાઈઓને સ્પર્શવા માંગતા હોવ. ન્યૂયોર્ક દરેક સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની તક આપે છે. આ જ કારણ છે કે, દરેક યુવકની છુપી ઈચ્છા હોય છે કે તેને કોઈક રીતે ન્યૂયોર્કમાં રહેવાની તક મળી જાય. આ જ શહેરમાં રહેતા એક વ્યક્તિએ ત્યાં રહેવાના પોતાના અનુભવો દુનિયા સમક્ષ લાવ્યા. આ વ્યક્તિ ન્યૂયોર્કના બ્રુકલિનમાં એક કમ્યુનિટી બિલ્ડિંગમાં રહેતો હતો.
આટલું ભાડું એક મહિનામાં ચૂકવ્યું
CNBC મેક ઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશાન અભેશેકરે જણાવ્યું હતું કે, લગભગ બે ડઝન લોકો એક બેડરૂમ અને એક કિચન સેટમાં રહેતા હતા. આ માટે તે દર મહિને 1 લાખ 76 હજાર રૂપિયા આપે છે. ઈશાન એક એન્જિનિયર છે. તેણે જણાવ્યું કે, 23 લોકો સાથે રહેતી વખતે તે બાથરૂમ અને કિચન શેર કરતો હતો. આ સાથે, માસિક ભાડામાં વાઇફાઇ, યુટિલિટી, ઘરનો પુરવઠો, સાપ્તાહિક સફાઈ સેવા અને માસિક સમુદાય ભોજન શામેલ છે.
ઈશાન અભેશેકરે કહ્યું કે, જ્યારે તે ન્યૂયોર્ક શિફ્ટ થયો ત્યારે શરૂઆતમાં કંપનીએ જ તેને રહેવા માટે જગ્યા આપી હતી, “જો કે હું થોડા દિવસ ત્યાં રહ્યો, પરંતુ તેના પછી મારે મારી પોતાની સ્પેસમાં શિફ્ટ થવું પડ્યું જેથી તેઓ અફોર્ડેબલ ઓપ્શન શોધવા લાગ્યા.
કોહાબ સ્પેસ શું છે?
આ દરમિયાન તેને કોહાબ સ્પેસ વિશે ખબર પડી. ઈશાને જણાવ્યું કે, આ બિલ્ડિંગમાં ચાર માળ અને 24 બેડરૂમ છે. આ બિલ્ડિંગમાં રહેતા મોટાભાગના લોકો 20થી 30 વર્ષના હતા. તેના બેડરૂમમાં બેડ, સ્ટોરેજ સ્પેસ, એક ડેસ્ક, ડેસ્ક લાઈટ અને વોક-ઈન જગ્યા હતી. અહીં રહેવા પર અમારે બાથરૂમ શેર કરવું પડતું હતું. બિલ્ડિંગના બેસમેન્ટમાં એક મોટું કાઉચ પણ હતું. આ ઉપરાંત, બિલ્ડિંગમાં કો-વર્કિંગ સ્પેસ માટે એક બેસમેન્ટ છે જેમાં એક મોટું કાઉચ છે જેના પર બધા રહેવાસીઓ એકસાથે બેસી શકે છે. અહીં જીમના કેટલાક સાધનો પણ છે.
ગોપનીયતા પણ ઉપલબ્ધ છે
એટલી બધી સગવડો અને જગ્યા છે કે, તમે ક્યારેય એકબીજાના રસ્તામાં આવતા નથી. ઈશાને કહ્યું કે, દરેક વ્યક્તિ પાસે પોતાના રૂમના રૂપમાં પોતાની જગ્યા છે. સીએનબીસી મેક ઈટને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, અહીં રહેવાથી મને એક સમુદાય બનાવવામાં અને મિત્રોને મળવામાં મદદ મળી છે. આ અનુભવે મારા જીવનને ખરેખર સમૃદ્ધ બનાવ્યું છે.
આ પણ જૂઓ: જાપાનમાં લોકોને નોકરી છોડવામાં મદદ કરવા શરૂ થઈ એજન્સી? જાણો શું કહે છે નોકરિયાતો?