વિરોધ વચ્ચે ક્યાંથી લડશે અલ્પેશ ઠાકોર?, કઈ બેઠકો માટે ચાલી રહી છે ચર્ચા
ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જે બાદ હજું 16 બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે મહત્વની વાત એ છે કે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માંથી ચાર વિધાનસભા બેઠકો ઉપર હજી ઉમેદવારોની જાહેરાત કરવામાં નથી. ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા બાદ ભારે વિરોધ થઈ રહ્યો છે.
આ બેઠક પર અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશેની શક્યતા
વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવોરો જાહેર થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, ગાંધીનગર ઉત્તરથી પૂર્વ મેયર રીટાબેન પટેલ તેમજ માણસા સીટ ઉપરથી પાટીદાર કે ચૌધરી સમાજને આગેવાન આપવું તે હજુ નક્કી નથી ત્યારે હાલ તો મહત્વનું કહી શકાય કે બાદશાહ બેઠક ઉપર અમિત ચૌધરી નું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં અલ્પેશ ઠાકોરના નામને લઈને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અલ્પેશને રાધનપુર ગાંધીનગર દક્ષિણ અને કલોલ બેઠક ઉપરથી ટિકિટ મળી શકે છે.
આ પણ વાંચો:ગુજરાત સૌરાષ્ટ્રના નારાજ ધારાસભ્યએ ભાજપ માંથી આપ્યું રાજીનામું
અલ્પેશ ઠાકોરના વિરોધમાં લાગ્યા બેનરો
ભાજપની યાદીમાં અલ્પેશ ઠાકોરની બેઠકની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પણ ચર્ચા મુજબ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ત્યારે આ પહેલા જ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના વિરોધમાં બેનરો લાગ્યા હતા. ત્યારે વિરોધ વચ્ચે હવે અલ્પેશ ઠાકોરને ક્યાંથી ટિકિટ આપવામાં આવે છે તે જોઉં રહ્યું.