ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપના સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા, થઈ શકે છે મોટા બદલાવ

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણની ચર્ચાએ હવે જોર પકડ્યું છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપે હવે લોકસભા 2024ની ચૂંટણી માટે સંગઠનમાં ફેરફાર કરવાની કવાયત શરુ કરી દીધી છે. જાણકારી મુજબ મકરસંક્રાત અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.

લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા ફેરફારની કવાયત

ગુજરાત વિધાનસભાાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભાજપે હવે લોકસભા 2024ની ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા ફેરફારની કવાયત હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે વડાપ્રધાન મકરસંક્રાત અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે મંત્રીઓનો વિસ્તાર કરી શકે છે.

14 જાન્યુઆરી બાદ કેબિનેટનો વિસ્તાર થવાની શક્યતા

પ્રાપ્ત વિગતો અનુસાર મોદી સરકાર મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરી શકે છે. 14 જાન્યુઆરી બાદ કેબિનેટનો વિસ્તાર થઈ શકે છે. ખરમાસની તુરંત બાદ કેટલાય વિભાગોના મંત્રી બદલાઈ શકે છે. તો વળી અમુક નવા ચહેરાને પણ કેબિનેટમાં સ્થાન મળશે. ઉપરાંત ખરાબ પ્રદર્શન કરનારા અમુક મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.

કેબિનેટ બેઠક-humdekhengenews

રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂર્ણ થશે

ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે જેથી ભાજપને લોકસભાની ચૂંટણી પહેલા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. જ્યારે જાણવા મળી રહ્યું છે કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમરનું નામ આગળ છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે.

સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા

ઉલ્લેખનીય છે કે મોદી 2.0માં બદલાવ છેલ્લે 7 જુલાઈ 2021 ના રોજ થયું હતો, જેમાં કેટલાક મુખ્ય નામો કેબિનેટમાં હતા તેવા 12 મંત્રીઓને હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે આવતા વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સાથે જ 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. આ તમામ પાસાઓને ધ્યાને રાખીને સરકાર અને સંગઠનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેમજ કહેવાઈ રહ્યું છે કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક નવા સાંસદોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તે વળી કેટલાક મંત્રોઓને તેમના પ્રદર્શનના આધાર પર દૂર કરી શકાય છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ ફૂલ એક્ટિવ મોડમાં, સરકારી કચેરની સરપ્રાઈઝ વિઝિટ લઈ કર્યું આ કામ

Back to top button