ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા
HD ન્યૂઝ ડેસ્ક, 20 જૂન : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીતવા માટે રમી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ ખેલાડીએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ફોર્મેટ અને કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી હતી.
ભારત અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું બેંગલુરુમાં નિધન થયું છે. જ્હોન્સનનું બેંગલુરુમાં તેના ચોથા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડીને મૃત્યુ થયું હતું. જોન્સન સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો અને તેને ત્રણ દિવસ પહેલા જ સ્થાનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ડિપ્રેશનનો શિકાર હતો.
ડેવિડ જોન્સનની ક્રિકેટ કારકિર્દી
ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને તક ન મળી. આ દરમિયાન તેણે કુલ 3 વિકેટ પોતાના નામે કરી હતી. ભારત માટે બે ટેસ્ટ મેચ રમવા ઉપરાંત ડેવિડ જોન્સન લાંબા સમયથી કર્ણાટક માટે રણજી ક્રિકેટ રમ્યો છે. તેણે કર્ણાટક માટે 39 ફર્સ્ટ ક્લાસ મેચ અને 33 લિસ્ટ A મેચ રમી હતી. તેણે 1992માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને 2002 સુધી સક્રિય રહ્યો.
શોક વ્યક્ત કર્યો
ડેવિડ જ્હોન્સનના મૃત્યુના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ સંદેશાઓનો પૂર આવી ગયો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ એક્સ પોસ્ટ કરીને લખ્યું કે મારા ક્રિકેટ પાર્ટનર ડેવિડ જોન્સનના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. બીજી તરફ, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે લખ્યું કે તે ડેવિડ જોન્સનના નિધનથી દુખી છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને શક્તિ આપે.
આ પણ જુઓ: બિગ બોસ OTT ૩ : એક પત્રકાર સહિત આ 14 સ્પર્ધકોની થશે એન્ટ્રી, જુઓ યાદી