ધર્મ પરિવર્તન કરી લેવા બે વર્ષથી થઈ રહ્યું છે દબાણઃ રવિવારે વાલ્મિકી સમાજ દિલ્હીમાં દેખાવો કરશે, જાણો ઘટના
નવી દિલ્હી, 03 ઓગસ્ટ : દેશની જાણીતી યુનિવર્સિટી જામિયા મિલિયા ઈસ્લામિયાના પ્રોફેસરો પર વાલ્મિકી સમુદાયના એક વ્યક્તિ પર બળજબરીથી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો અને જાતિ સંબંધિત અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. જેને લઈને વાલ્મિકી સમાજ આવતીકાલે રવિવારે (04 ઓગસ્ટ) જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે.
ના પાડી તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
વાલ્મિકી ચૌધરી સરપંચ કમિટી દિલ્હીએ એક અખબારી યાદી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે રામ નિવાસ સિંહ જામિયા મિલિયા ઈસ્લામિયામાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. જે અનુસૂચિત જાતિના વાલ્મિકી સમુદાયના છે. રામનિવાસ વિરુદ્ધ જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રામ નિવાસ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે ના પાડી તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં આ સંગઠન ત્રણેય પ્રોફેસરોને યુનિવર્સિટીમાંથી હટાવવાની માંગ સાથે વિરોધ કરશે.
આ પણ વાંચો :‘મને ભગવાન રામ કરતાં રાવણ વધુ ગમે છે’, રાજામૌલીના આ સનસનાટીભર્યા નિવેદનથી ચાહકો થયા આશ્ચર્યચકિત
દલિત કર્મચારી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું
યુનિવર્સિટીના નેચરલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા એક દલિત કર્મચારીએ યુનિવર્સિટીના ઘણા ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદી રામ નિવાસ સિંઘે રજિસ્ટ્રાર પ્રોફેસર નાઝીમ હુસૈન અલ-જાફરી, ડેપ્યુટી રજિસ્ટ્રાર એમ. નસીમ હૈદર અને પ્રોફેસર શાહિદ તસ્લીમ પર ધર્માંતરણ, જાતિ આધારિત દુર્વ્યવહાર અને અમાનવીય વર્તન માટે અયોગ્ય દબાણ લાવવાનો આરોપ મૂક્યો છે.
પોલીસે દલિત કર્મચારીની ફરિયાદ પર FIR નોંધી
ફરિયાદી રામ નિવાસ સિંહે 15 જુલાઈ, 2024ના રોજ દક્ષિણ-પૂર્વ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. રામ નિવાસ સિંહની ફરિયાદના આધારે, પોલીસે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરો વિરુદ્ધ SC/ST એક્ટની કલમ 3(1)(p) અને 3(1)(q) હેઠળ FIR નોંધી છે. આ FIRમાં આરોપીઓમાં રજિસ્ટ્રાર નાઝીમ હુસૈન અલ-જાફરી, ડેપ્યુટી રજિસ્ટ્રાર નસીમ હૈદર અને પ્રોફેસર શાહિદ તસ્લીમના નામ સામેલ છે. આ મામલામાં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રામ નિવાસ સિંહએ ત્રણેય પર જાતિ આધારિત અત્યાચાર, અમાનવીય વ્યવહાર અને તેમને ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરવા સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.
આ પણ વાંચો : વ્યાજખોરો સામેની ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુના દાખલ, 343ની અટકાયત