ગુજરાત

ગુજરાતના આ જિલ્લામાં વિવિધ ગુનાઓની સંખ્યામાં થયો વધારો

Text To Speech
  • બે વર્ષમાં દિવસે 25ના સામે રાત્રે 240 ઘરફોડ ચોરીના બનાવો
  • છેલ્લા 2 વર્ષમાં કુલ 4,415 જેટલા નાના મોટા ગુનાઓની સંખ્યા નોંધાઈ
  • લૂંટના બે વર્ષમાં કુલ 58 ગુનાઓ નોંધાયા હતા

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓની સંખ્યામાં 25.25 ટકાનો વધારો થયો છે. જેમાં 2 વર્ષમાં 4,414 ગુના નોંધાયા છે. તેમાં મહેસાણામાં વર્ષ 2022 કરતાં 2023માં 58.20 ટકા ચોરીના બનાવો વધુ નોંધાયા છે. બે વર્ષમાં દિવસે 25ના સામે રાત્રે 240 ઘરફોડ ચોરીના બનાવો બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના કેસનો આંકડો જાણી રહેશો દંગ 

બે વર્ષમાં લૂંટના 58 બનાવો નોંધાયા છે

બે વર્ષમાં લૂંટના 58 બનાવો નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગની સરળ અને સચોટ કામગીરીને લઈ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કુલ 4,415 જેટલા નાના મોટા ગુનાઓની સંખ્યા નોંધાઈ છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ વર્ષ 2022 કરતા 2023માં 25.25 ટકા વધુ ગુનાઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 58.20 ટકા ચોરીના ગુનાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022માં કુલ 1,888 જેટલા ગુનાઓ પાર્ટ-1થી પાંચમાં નોંધાયા હતા. જ્યારે વર્ષ 2023માં કુલ 2,526 જેટલા ગુનાઓની સંખ્યા નોંધાઈ હતી. જે જોતા છેલ્લા બે વર્ષમાં 25.25 ટકાના વધારા સાથે કુલ 4,414 જેટલા ગુનાઓ પોલીસના સરકારી ચોપડે નોંધાયા હતા. જેમાં છેલ્લા બે વર્ષમાં ચોરીના બનાવોનો રેસિયો 58.20 ટકા વધુ જોવા મળ્યો હતો. બે વર્ષમાં કુલ 986 જેટલા ચોરીના બનાવો સામે આવ્યા હતા.

આ પણ વાંચો: ભારત કીમો વિના કેન્સર સારવાર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

રાત્રીના સમયે 240 જેટલા ચોરીના બનાવો નોંધાયા હતા

જિલ્લામાં બે વર્ષ દરમિયાન દિવસે 25 ઘરફેડ ચોરીના ગુના સામે રાત્રીના સમયે 240 જેટલા ચોરીના બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત વિશ્વાસઘાત અને ઠગાઈ મામલે પણ પોલીસે ફરિયાદીઓને ન્યાય અપાવવા છેલ્લા બે વર્ષમાં 162 ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે લૂંટના બે વર્ષમાં કુલ 58 ગુનાઓ નોંધાયા હતા. આમ પોલીસ દ્વારા જેતે ગુનાહિત ઘટનાઓ સામે ફરિયાદ આધારે જરૂરી યોગ્ય કાર્યવાહી થાય અને ન્યાયિક તપાસ બાદ સાચા ફરિયાદીને ન્યાય મળે તેમજ દોષિત શખ્સો સામે કડક કાર્યવાહી થાય અને નિર્દોષ લોકો ખોટી રીતે ન ફ્સાય તે માટેના પ્રયાસો જોવા મળ્યા હતા.

Back to top button