જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં ટાર્ગેટ કિલિંગની ઘટના બની છે. જ્યા આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી નાખી છે. કાશ્મીર ઝોનના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારીને ઘાયલ કરી નાખ્યો હતો જે વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કશ્મીરી પંડિતને ટાર્ગેટ બનાવીને ખુલ્લે આમ ફાયરીંગ
ટાર્ગેટ કિંલિંગની ઘટના જમ્મુ અને કાશ્મીરમાં આજ કાલમાં થઈ હોય તેમ નથી. વાત કરીએ તો આવા બનાવ જમ્મુ અને કાશ્મીરમાં અવાર નવાર બનતા રહે છે જેમાં ખાસ કરીને કશ્મીરી પંડિતોને ટાર્ગેટ બનાવીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં આવી એક ઘટના સામે આવી છે જેમાં એક કશ્મીરી પંડિતને ટાર્ગેટ બનાવીને ખુલ્લે આમ ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં એક યુવકનુ મૃત્યુ થયુ છે.
કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટની ગોળી મારી હત્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપ્યો છે. તેથી પોલીસને પણ ખબર નથી કે કયા સંગઠને આ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ લઘુમતી નાગરિક (કાશ્મીરી પંડિત) પુરણ કૃષ્ણ ભટને ગોળી મારી હતી.જ્યારે તે શોપિયાંના ચૌધરી ગુંડમાં જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે દમ તોડતા મૃત્યુ થયું હતું.
ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તાર ઘેરાયો
આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના શોપિયા વિસ્તારમાં પોલિસ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ત્યારે આ ઘટના બાદ આસપાસના કશ્મીરી પંડિતોમાં ડર ફેલાયો છે પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યુ છે . પણ આમ અવાર નવાર આ રીતની ઘટના બનતા કશ્મીરી પંડિતોની સલામતીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: જમ્મુના બાંદીપોરા જિલ્લામાંથી મળી આવ્યો IED, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડએ કર્યો નિષ્ક્રિય