ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ નથી, જાણો શું રખાય છે તકેદારી

Text To Speech

ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ નથી, પરંતુ આગોતરી તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા તાલુકા મથકોએ તેમજ હેલ્થ સેન્ટરોમાં સુવિધાઓ, તેમજ દવાઓનો પુરતો જથ્થો રાખવા સહિતની ચકાસણી કરવામાં આવી હતી, તેમજ જવાબદાર અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. ખાસ કરીને વિદેશમાંથી કોઈ પણ આવે તો તુરંત તેનો ટેસ્ટ કરવાની સુચના અપાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદની આ મોટી કંપનીમાં જાપાની નાગરિક કોરોના પોઝિટિવ આવતા કર્મચારીઓમાં હાહાકાર

તાલુકા મથકોએ દવાનો પુરતો જથ્થો રાખવા તથા તમામ સેન્ટરોની ચકાસણી કરાઈ

જિલ્લામાં વિદેશથી આવતા પ્રવાસીનો તુરંત ટેસ્ટ કરો તેમ હેલ્થ સેન્ટરોને આદેશ આપવામાં આવ્યો છે. તથા લાયઝન અધિકારીઓ સાથે મીટીંગ કરી ગ્રામ્ય કક્ષાએ એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. જેમાં તાલુકા મથકોએ દવાનો પુરતો જથ્થો રાખવા તથા તમામ સેન્ટરોની ચકાસણી કરાઈ છે તેમ તંત્ર દ્વારા જણાવ્યું છે. જિલ્લામાં કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં વિદેશમાંથી કોઈ આવે તો તુરંત તેની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા તેની સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવવા તેમજ ટેસ્ટ કરવાની સુચના આપી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમાર પ્રસાદએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાને આવતો અટકાવી શકાશે, જાણો ડોક્ટરોએ શું આપી સલાહ

હેલ્થ સેન્ટરો પર બેડની સુવિધા પુરતી છે

વધુમાં તેઓએ કહ્યું હતુ કે, લાયઝન ઓફિસર સાથે પણ મીટિંગ કરી હતી, તેમાં પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તાલુકા મથકોએ પુરતો દવાનો જથ્થો છે. વેક્સિનનુ પ્રમાણ વધારવા કહ્યું છે. હેલ્થ સેન્ટરો પર બેડની સુવિધા પુરતી છે. કોઈ પણ દર્દીઓને સારવારની જરૂર પડે તુરંત તેને સારવાર આપવા તાલુકા મથકોએ, હેલ્થ સેન્ટરો પર સુચના આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Back to top button