ગુજરાતટોપ ન્યૂઝ

મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી સોનાના વરખની ચોરી મામલે નવા ખુલાસા થયા

Text To Speech
  • બંને ટ્રસ્ટીઓએ ચોરેલા વધુ બે હાર પોલીસે જપ્ત કર્યા
  • આ હારની કિંમત 10 લાખ જેટલી થવા જાય છે
  • કોર્ટે બંનેને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે

મહુડી મંદિરમાંથી બંને ટ્રસ્ટીઓએ ચોરેલા વધુ બે હાર પોલીસે જપ્ત કર્યા છે. જેમાં કોર્ટમાં રજૂ કરાયા બાદ બંને આરોપીને જેલમાં મોકલાયા છે. તેમાં અન્ય એક ટ્રસ્ટીના મોબાઈલમાંથી 241 ગ્રામ સોનાની રણી સેરવી હતી તેના પુરાવા મળ્યા છે. તથા કોર્ટે બંનેને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચો: સરકારના જ બે વિભાગ, ખરીદી એક જ પ્રકારની પણ કૌભાંડ આચરવા ભાવ જુદા

મંદિરમાંથી 45 લાખના સોનાના વરખની ચોરી મામલે એક પછી એક નવા ખુલાસા થયા

મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 45 લાખના સોનાના વરખની ચોરી મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. ઝડપાયેલા ટ્રસ્ટીઓના રિવિઝન રિમાન્ડ દરમિયાન એલસીબીએ એક ટ્રસ્ટીએ મંદિરના ભંડારમાંથી સેરવી લીધેલા સોનાના વધુ બે હાર જપ્ત કર્યા છે. આ હારની કિંમત 10 લાખ જેટલી થવા જાય છે. જ્યારે અન્ય એક ટ્રસ્ટીએ પણ 241 ગ્રામ સોનાની સેરવેલી રણીના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાણીની પરાયણ, આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવો વર્તારો

એલસીબીએ બંનેના વધુ બે દિવસના રિવિઝન રિમાન્ડ મેળવ્યા

એલસીબીએ બંનેના વધુ બે દિવસના રિવિઝન રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પોલીસે નિલેશ મહેતા પાસેથી ભંડારમાંથી સેરવી લીધેલા સોનાના બે હાર જપ્ત કર્યા હતા. આ હાર સોની પાસે પીગળાવીને રોકડી કરવામાં આવે તે પૂર્વે જ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. પોલીસે જે બે હાર જપ્ત કર્યા છે તે 210 ગ્રામના છે. જેની બજાર કિંમત 10 લાખ જેટલી થવા જાય છે.

સુનિલ મહેતાનો મોબાઇલ પણ ચેક કરવામાં આવ્યો

આ ઉપરાંત સુનિલ મહેતાનો મોબાઇલ પણ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં મંદિરમાંથી સેરવેલા દાગીનાના ફોટોગ્રાફ અને વિગતો મળી આવી હતી. પોલીસને તેના મોબાઇલમાંથી 241 ગ્રામની સોનાની રણીના પુરાવા મળ્યા હતા. આજે બંનેના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટને સોંપી દીધા હતા. કોર્ટે બંનેને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

Back to top button